જસદણના કમળાપુર રોડ ઉપર બે બાઈક અથડાતા એક યુવાનનું મોત

September 13, 2017 at 12:47 pm


જસદણના કમળાપુર રોડ ઉપર રાજલક્ષ્મી ટેઈલરની સામે બે બાઈક સામ સામે અથડાતા હાથસણીના પ્રવિણભાઈ જેશાભાઈ મેરને સ્થળ ઉપર જ કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું બીજા બાઈકવાળાને ગંભીર ઈજા થતાં રાજકોટ સારવારમાં ખસેડયા હતા. બનાવની મળતી વિગત મુજબ જસદણમાં સાંજના સમયે કમળાપુર રોડ જીલેશ્ર્વર પાર્કની પાછળ આવેલ રાજલક્ષ્મી ટ્રેઈલર સામે બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત થતાં તેજ ગામના પ્રવિણભાઈ જેશાભાઈ ઉ.વ.26નું મોત થયું હતું. જયારે બરવાળા ગામના રહીશ મહેશભાઈ દેવરાજભાઈ કુકડિયાની હાલત ગંભીર હોવાથી તેને 108 મોડી આવવાથી જસદણ પોલીસ સ્ટાફે તેની ગાડીમાં લઈને સરકારી દવાખાને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ હતા.

print

Comments

comments

VOTING POLL