જસદણના શિવરાજપુર ગામમાંથી 170 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

August 17, 2018 at 11:18 am


રાજકોટ જિલ્લામાં દારૂ-જુગારની બદીને ડામી દેવાના પોલીસ વડાના આદેશથી જસદણ પોલીસે ચોકકસ બાતમીના આધારે શિવરાજપુર ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાંથી 170 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે દરોડા દરમિયા નાસી જનાર કોળી શખસને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે. પોલીસે 51 હજારની મત્તા કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ શિવરાજપુર ગામની સીમમાં આવેલા ખેતરમાં બનાવેલી આેરડીમાં રાહુલ કોળી નામના શખસે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યાની ચોકકસ બાતમીના આધારે જસદણ પોલીસ મથકના પીઆઈ એચ.જી.પલાચાર્યા, જેન્તીભાઈ મજેઠીયા, રમેશભાઈ, વિપુલભાઈ, અરવિંદભાઈ સહિતના સ્ટાફે દરોડો પાડી 51 હજારની કિંમતનો 170 બોટલ વિદેશી દારૂ કબજે કરી દરોડા દરમિયાન નાસી જનાર રાહુલ છગન વાઘાણીને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

print

Comments

comments

VOTING POLL