જસદણના સાણથલી ગામે ભરવાડ પરિણીતાનો કૂવામાં ઝંપલાવી આપઘાત

August 17, 2018 at 11:20 am


જસદણ તાલુકાના સાણથલી ગામે રહેતી ભરવાડ પરિણીતાએ વહેલી સવારે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જસદણના સાણથલી ગામે રહેતી બધુબેન ગમારા ઉ.વ.37 નામની ભરવાડ પરિણીતાએ આજે વહેલી સવારે ગામની સીમમાં આવેલ વાડીના કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ જસદણ ફાયર બ્રિગેડમાં કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોની રેસ્કયુ ટીમે ઘટનાસ્થળે દોડી જઈ ઉંડા કુવામાંથી મહિલાની લાશ બહાર કાઢી હતી. બનાવના પગલે આટકોટ પોલીસે પ્રાથમીક તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL