જસદણમાં નાગરિક બેન્કને 4 કરોડનો ધુંબો મારવાના ગુનામાં પકડાયેલા તબીબની જામીન અરજી ફગાવાઈ

April 3, 2018 at 10:38 am


રાજકોટ નાગરિક સહકારી બેંક જસદણ શાખામાંથી મોટી લોન લઈને નાણા ડુબાડવાના ગુનામાં પકડાયેલા ડો.ચતુરદાસ બાવીસીની જામીન અરજી અદાલતે ફગાવી છે.

ડો.ચતુરભાઈ લાલજીભાઈ બાવીસી અને રવજીભાઈ ભીખાભાઈ ઠૂંમરની સામે રૂા.4 કરોડની લોન ભરપાઈ ન કરવાનો અને મશીનરી બારોબાર વેચી નાખવાની ફરિયાદ રાજકોટ નાગરિક સહકારી બેંક લી.ના અધિકારી કિશોરસિંહ ઝાલાએ નાેંધાવતા પોલીસે આઈપીસી 406,420 હેઠળ ગુનો નાેંધ્યો હતો. અને તા.30ને શુક્રવારે મેજીસ્ટ્રેટ સાહેબે ડો.ચતુરભાઈ બાવીસીની ધરપકડનો આદેશ કર્યો હતો. આ કેસમાં પટેલ રવજીભાઈ ભીખાભાઈ ઠુંમર નાસી ગયેલ હોવાથી જસદણ પોલીસ તેની ધરપકડ કરવા ચક્રાેગતિમાન કર્યા હતાં. જયાં તેણે જામીન અરજી કરતાં ચીક જે.એમ.એફ.સી દ્વારા અરજી ફગાવી દેવાઈ હતી.જસદણનાં ખ્યાતનામ ગાયનેક ડોકટરની ધરપકડથી ડોકટરી ઉપરાંત બેિન્ક»ગ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

print

Comments

comments

VOTING POLL