જસદણ: એકલવ્ય સ્કૂલ અને સ્વચ્છગ્રહ ગ્રુપ દ્વારા સફાઇ અભિયાન કાર્યક્રમ યોજાયો

October 3, 2017 at 11:40 am


એકલવ્ય સ્કૂલ જસદણ અને સ્વચ્છગ્રહ ગ્રુપ દ્વારા બિલેશ્વર ખાતે આજરોજ સફાઈ નું અભિયાન કરીને ગાંધી જયંતિ ની સાચા અર્થ માં ઉજવણી કરી.આ અભિયાન માં એકલવ્ય સ્કૂલ ના શિવરાજભાઈ ખાચર, સ્વચ્છગ્રહ ના ક્ધવીનર પ્રતીક સંખિયા, પાર્થ સંખિયા, નિલેશભાઈ ગોટી, મહેન્દ્ર કરપડા અને અન્ય વિદ્યાર્થીઓ જોડાયા હતા..જસદણ થી વહેલી સવારે સાયકલ લઈ બિલેશ્વર પહોંચ્યા બાદ ત્યાં જંગલ વિસ્તાર માં પ્લાસ્ટિક ના કચરા ના નિકાલ નું ઉમદા કાર્ય કર્યું હતું..

શિવરાજ ખાચરે જણાવ્યું કે મોટાભાગે લોકો ગાંધી જયંતિ માટે ફોટા પડાવવા પૂરતી સફાઈ કરતા હોય છે જ્યારે આ બાળકો એ ખરેખર સફાઈ કાર્ય કર્યું છે. તેઓ અભિનંદન ને પાત્ર છે. પ્રતીક સંખિયા એ કહ્યું હતું કે બાળકો માં સફાઈ ના સંસ્કાર નાનપણ થી જ આવશે તો આગળ જઇ સ્વચ્છતા માટે જાગૃતિ આવશે.આ તકે નિલેશભાઈ ગોટી રાજકોટ થી સાયકલ લઈ આવેલ જે નોંધનીય છે.

print

Comments

comments

VOTING POLL