જસદણ નજીક પશુને કતલખાને લઇ જતી યુટિલિટી સાથે બે શખસોની ધરપકડ

January 12, 2019 at 11:22 am


જસદણ નજીક ગઢડિયા ચોકડી પાસે જીવદયાપ્રેમીઆેએ ક્રુરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જવાતાં બે ગૌવંશને બચાવી આ અંગે બે શખસો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નાેંધાવી છે.
શિવરાજપુરના ગોવિંદભાઈ કેશુભાઈ મુલાણી સહિતના ગૌપ્રેમીઆેએ બાતમીના આધારે જી.જે.6-એ.ઝેડ-4872 નંબરની યુટીલીટીને ગઢડિયા ચોકડી પાસે રોકી તપાસ કરતાં તેમાં ક્રુરતાપૂર્વક બે બળદને બાંધેલા મળી આવતાં તપાસ કરતાં આ ગૌવંશને કતલ કરવાના ઈરાદે લઈ જવાતા હોવાનું સામે આવતાં આ અંગે જસદણ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહાેંચી હતી. ગોવિંદભાઈએ આ અંગે ફરિયાદ નાેંધાવી વડોદરાના પાદરાના દિલીપ બળવંત પરમાર અને રમેશ ભીખા સોલંકી સામે ગુનો નાેંધાવ્યો હતો. પોલીસે આ બન્ને શખસોની વધુ પૂછપરછ શરૂ કરી છે.

print

Comments

comments

VOTING POLL