જસદણ પાસે ભયજનક રીતે રસ્તા વચ્ચે ઉભા રાખેલા ટ્રેકટર સાથે અથડાતાં પ્રાૈઢનું મોત

January 12, 2019 at 11:23 am


જસદણ નજીક કાળાસર ગામના પાટિયા પાસે એક ટ્રેકટરચાલકે પોતાના ટ્રેકટર સહિત ટ્રાેલીને ભયજનક રીતે રાહદારીને અડચણરૂપ રસ્તા વચ્ચે રેઢુ મુકી દેતાં વાજસુરપરાના ભરવાડ પ્રાૈઢ મોટરસાઈકલ લઈને નીકળતા ટ્રાેલી હડફેટે અથડાતાં તેમનું મોત થયું હોય જે બાબતે ગંભીર બનાવને ધ્યાને લઈ પોલીસે ભયજનક રીતે ટ્રેકટર રસ્તા વચ્ચે ઉભું રાખનાર ચાલક સામે શાપરાધ મનુષ્ય વધનો ગુનો નાેંધ્યો છે.
રાજકોટના ઉદયનગરમાં શેરી નં.2માં મવડી ચોકડી પાસે રહેતા મુળ જસદણના વાજસુરપરાના રાજેશભાઈ ચોથાભાઈ સીરોડીયાની ફરિયાદના આધારે જસદણ પોલીસે ટ્રેકટર નં.જી.જે.8-8955ના ચાલક સામે શાપરાધ મનુષ્યવધનો ગુનો નાેંધ્યો છે. ફરિયાદ અને તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ રાજેશભાઈના મોટાભાઈ પોતાનું મોટરસાઈકલ લઈને જતા હતા ત્યારે કાળાસર રોડ પર સોમનાથ જિનિંગ પાસે ટ્રેકટરના ચાલકે રાત્રીના સમયે કોઈ વાહનચાલક ટ્રાેલી કે ટ્રેકટર સાથે અથડાય તે રીતે ભયજનક હાલતમાં રસ્તા વચ્ચે ટ્રેકટર ઉભું રાખી દીધું હતું અને ટ્રેકટરની ટ્રાેલી પાછળ રિફલેકટ રેડિયમ કે આગળ-પાછળ આડશ પણ મુકી ન હોય જેના કારણે રાજેશભાઈના ભાઈને અકસ્માત નડતાં તેમનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું જે બાબતે ટ્રેકટરચાલકની બેદરકારી સામે આવતાં પોલીસે ગુનો નાેંધ્યો છે.

print

Comments

comments

VOTING POLL