જસવંતસિંહ ભટ્ટી, પાલ આંબલિયાની અટકાયત

September 14, 2018 at 3:30 pm


પોરબંદર શહેર/જીલ્લા કાેંગ્રેસનાં પ્રભારીશ્રી.જશવંતસિંહ ભટ્ટીની યાદી મુજબ,ભ્રષ્ટાચારી ભાજપનાં મગફળીકાંડને ખુલ્લાે પાડવા માટે પોરબંદર ખાતે શ્રી.અજુર્નભાઈ મોઢવાડિયાની આગેવાની હેઠળ જનતાને સાથે રાખીને કાેંગ્રેસ દ્વારા મગફળીનાં સરકારી ગોડાઉનમાં જનતારેડ પાડવામાં આવેલ હતી અને તાળા તોડીને ગોડાઉનમાં પ્રવેશીને કોભાંડ પકડવામાં આવેલ હતું.જે અંગે પોરબંદર પોલીસ દ્રારા મગફળીકાંડનાં આરોપીઆેને બદલે કોભાંડ બહાર લાવનાર કાેંગ્રેસ પક્ષનાં આગેવાનો સામે ગુન્હો નાેંધેલ હતો, જે અંતર્ગત તા.13-09-2018,ગુરુવારનાં રોજ પોરબંદર ઉદ્યાેગનગર પોલીસ દ્વારા પોરબંદર શહેર/જીલ્લા કાેંગ્રેસનાં પ્રભારીઆે જશવંતસિંહ ભટ્ટી,પાલભાઇ આંબલીયા અને પોરબંદર કાેંગ્રેસનાં અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાની ધરપકડ કરવામાં આવેલ હતી. કાેંગ્રેસનાં આગેવાનોની ધરપકડ સમયે રાજકોટનાં કાેંગ્રેસી આગેવાનો ઈન્દુભા રાઆેલ,ગોપાલભાઈ અનડકટ અને હરભમભાઈ મોઢવાડિયા હાજર રહેલ હતાં.

print

Comments

comments

VOTING POLL