જાણો,કયા સિંગરે ‘ઈન્ડિયન આઈડલ 10’નો ખિતાબ કર્યો પોતાને નામ?

December 25, 2018 at 8:56 pm


સલમાન અલી બન્યા શૂરોના સરતાજ, શૂરોના દિવાનાઓ ઈન્ડિયન આઈડલ જોવાનું ભૂલતા નથી. ત્યારે શૂરોના આ સંગ્રામમાં ઈન્ડિયન આઈડલનો ખિતાબ સલમાન અલિએ પોતાને નામ કર્યો છે. અંકુશ ભારદ્વાજ અને સલમાન અલી ટોપ 2 કન્ટેસ્ટન્ટ હતા. જોકે બાદમાં સલમાન અંકુશ પર ભારે પડ્યા અને સલમાને આ ખિતાબ જીતી લીધો. સલમાન અલી હરિયાણાનો રહેવાસી છે.

સલમાન માટે આ શો લાઈફ ચેલેન્જીંગ હતો. આ શો માટે સોની ટીવીનો આભારી છે. સલમાન અલી એક ગરીબ પરિવારમાંથી આવે છે. તેનો ઉછેર ખુબ જ ગરીબ ઘરમાં થયો છે. સલમાન અલીને શોમાં વિજેતાનાં રૂપમાં 25 લાખ રૂપિયા મળ્યાં છે. વધુમાં સલમાને જણાવ્યું ક તેને કંઈજ આવડતું ન હતું જયારે તે આ શોમાં આવ્યો પરંતુ હવે ઘર ઘરમાં પ્રખ્યાત છે.

ઈન્ડિયન આઈડલનાં અંતિમ પાંચમાં જે સિંગર્સ પહોચ્યા હતાં તેમાં નિતિન કુમાર, સલમાન અલી, અંકુશ ભારદ્વાજ, નીલાંજના રાય અને વિભોર પારાશર હતાં. શોનાં ગ્રાન્ડ ફિનાલેમાં ટીમ ‘ઝીરો’ એટલે કે શાહરૂખ ખાન, કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ ત્યાં હાજર હતાં તેમણે ફિનાલેને ખાસ બનાવ્યો હતો. અને આ તમામ સેલેબ્સની હાજરીમાં સલમાને આ ખિતાબ પોતાને નામ કરતા તે ગર્વ મહેસૂસ કરી રહ્યો છે.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *