જાણો, ટેલીવિઝન એકટર જેઠાલાલે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે કઈ યુવતી સાથે ચગાવી પતંગ

January 9, 2019 at 2:38 pm


વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પટાંગણમાં આંતરરાષ્ટીય પતંગોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોની ટીમના કેટલાંક સભ્યોએ ખાસ હાજરી આપી હતી.દેશ-વિદેશના સોથી વધુ પતંગબાજોએ પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના કેવડીયા ખાતે યોજાયેલા પતંગોત્સવમાં વિવિધ 15 દેશના 48, ગુજરાતના 26 અને અન્ય 8 રાજ્યોના 32 પતંગબાજો સહિત કુલ- 106 પતંગબાજોએ વિવિધ આકારની કલાત્મક પતંગો અવનવા કરતબો સાથે રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
આ પ્રસંગે ટીવી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મુખ્ય કલાકાર દિલીપ જોથી (જેઠાલાલ) સહિતના કલાકારોની ટીમે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઈને તેમની ટીવી સિરીયલ માટે ફિલ્માંકન કર્યું હતું.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના જેઠાલાલ અને બબીતાએ પણ સાથે પતંગ ચગાવ્યો હતો. સીરિયલ માટે કાઇટ ફેસ્ટિવલ આધારિત એપિસોડનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મુખ્ય પ્રોડ્યુસર અસિત મોદી અને સીરિયલના કલાકારો પણ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પહોંચ્યા હતા. આ પ્રસંગે સીરિયલના કલાકારોને જોવા લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં.અને હર્ષોલ્લાસ સાથે તારક મહેતાની ટીમ સાથે ફોટો પડાવી ખુશી મનાવી હતી.

print

Comments

comments

VOTING POLL