જાણો મહિલા નાગા સાધુઓના જીવન સાથે જોડાયેલ આ અજબ ગજબ હકીકત…

January 2, 2019 at 1:20 pm


સાધુ અને સંતોના જીવનને લગતી એવી ઘણીબધી બાબતો હોય છે જેના વિષે આપણે જાણવા માંગતા હોઈએ છીએ. તેઓ કેવું જીવન જીવે છે તેમનું ગુજરાન કેવી રીતે ચલાવે છે. સાધુઓ અને સંતોનું જીવન કેવી રીતે શરુ થાય છે અને સંત સાધુ બનવા માટે તેમને કેવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે. આજે અમે તમને જણાવીશું મહિલા નાગા સાધુ સાથે જોડાયેલ કેટલાક રહસ્ય જે તમને જાણીને નવાઈ લાગશે.મહિલા સાધુ બનતા પહેલા જે તે મહિલાને ૬ થી ૧૨ વર્ષ સુધી બ્રહ્મચર્યનું વ્રત પાલન કરવું પડતું હોય છે. જયારે તેમના ગુરુએ તેમના આ વ્રત કે તપથી પ્રસન્ન થાય છે પછી જ તેમને તેઓ દીક્ષા આપે છે. જે મહિલા સન્યાસી થવા ઈચ્છતી હોય તે મહિલાના સંપૂર્ણ પરિવાર અને તેના જીવનની બધી જ માહિતી વિષે સંપૂર્ણ તપાસ કરાવવામાં આવે છે. જે પણ મહિલા દીક્ષા લેનાર હોય તે દરેક મહિલાના માથાના વાળ ઉતારી નાખવામાં આવે છે. જયારે તે એક જ નદીના પાણીમાં સમૂહમાં સ્નાન કરે છે ત્યારે તે સાધુ બનવા માટે યોગ્ય થાય છે. મહિલા નાગા સાધુઓને મહામંડલેશ્વર અખાડાના સાધુ જ દીક્ષા આપે છે.

તેમના આખા દિવસનો નિત્યક્રમ શું હોય છે. સવારે સૂર્ય ઉગતા પહેલા તેમને ઉઠીને તેમનું નિત્યક્રમ પતાવાનો હોય છે અને તેના પછી સૌથી પહેલા શિવજીની પૂજા અને આરાધના કરે છે. જયારે તેઓ રાત્રે સુવા માટે જાય છે ત્યારે પહેલા દત્તાત્રેય ભગવાનની પૂજા અને આરાધના કરે છે. કુંભ અને સિંહસ્થના મેળામાં નાગા સાધુઓની જેમજ મહિલા સાધુ પણ સ્નાન કરે છે અને અખાડામાં તેમને પણ સારું સન્માન મળશે. બધા તેમને માતા કહીને જ બોલાવે છે.જયારે મહિલા સાધુઓ સ્નાન કરે ત્યારે તેઓ હંમેશા પોતાના શરીર પર પીળા રંગનું કપડું પહેરે છે. આમ આ રીતે તેઓ પોતાનું જીવન એ પ્રભુની સેવામાં અને પૂજા આરાધના કરવા પાછળ જ વિતાવે છે.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *