જાણો, રોજના માત્ર 3 ખજૂર ખાવાથી દૂર થઇ જાશે કયાં 5 ભયાનક રોગો

January 10, 2019 at 2:34 pm


ખજૂરને દરેક ઋતુ માં ખાઈ શકાય છે. ખજૂરને તમે સીધા જ ખાઈ શકો છો કે પછી અન્ય ખાદ્ય પદાર્થમાં મિલાવીને પણ ખાઈ શકાય છે. અમુક લોકો દહીંના રાયતામાં ખજૂર મિલાવીને ખાય છે, તેનાથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. ખજૂરમાં રહેલા પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી શરીરને શક્તિ મળે છે. જે લોકો વધારે થાક અનુભવે છે, થોડું કામ કરતા જ થાકી જાય છે, તેઓએ રોજના 3 ખજૂર ખાવા જોઈએ. રોજ સવારે નાશ્તા પહેલા ત્રણ ખજૂર ખાઓ. તેના તરત જ પછી ગરમ પાણી પી લો. આ પ્રક્રિયાને લગાતાર એક મહિના સુધી કરો. જો કે તેને તમે એક મહિના પછી પણ યથાવત રાખી શકો છો, જેને કારણે અનેક ફાયદા થાય છે.

હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદો



ખજૂર ખાવાનો મોટો લાભ હાઈ બ્લડ પ્રેશર વાળા લોકોને મળી શકે છે. તેનાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રાખી શકાય છે. જો કે તમારે તેનું નિયમિત રૂપથી અને યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ. ખજૂરને દરેક ફ્રૂટની શ્રેણીમાં રાખવામાં આવે છે, જેનાથી અગણિત લાભ થાય છે. આ સિવાય તે સ્વાદિષ્ટ પણ હોય છે.

થકાન દૂર કરે છે



ખજૂરમાં સારી માત્રામાં આયરન પણ હોય છે જે લોકો વધારે કમજોરી કે થકાંન અનુભવે છે, તેઓમાં આયરનની ખામી હોય છે. ખજૂરમાં રહેલું આયરન આ ખામીને અમુક જ દિવસોમાં પૂરું કરી નાખે છે.

પાચન શક્તિ મજબૂત બનાવે



ખજૂરનું સેવન પાચન શક્તિને વધારે છે. પેટ સંબંધી કોઈપણ સમસ્યા હોય, તેમાં ખજૂરનું સેવન રામબાણ સિદ્ધ થાય છે. તે પાચન શક્તિને યોગ્ય બનાવીને ભૂખ વધારે છે.

હૃદય રોગીઓ માટે લાભપ્રદ



ખજૂર હૃદય રોગીઓ માટે ખુબ જ સારું રહે છે. જો કોઈને હૃદયની બીમારી છે તો તેઓ રોજના 3 થી 4 ખજૂર ખાઓ. ખજૂર શરીરના કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે, જેનાથી હૃદય આઘાત જેવા ખતરાઓ ઓછા થઇ જાય છે.

હાડકાઓ મજબૂત બનાવે છે



ઓછા સોડિયમ અને અનેક પ્રકારના મીનરેલ્સ હોવાને લીધે, ખજૂર હાડકાઓ માટે બેસ્ટ માનવામાં આવે છે. ખજૂર માં રહેલા સેલિનિયમ, મેગેજીન, કોપર જેવા મિનરલ્સ હાડકાઓ ને મજબૂતી આપે છે. આમ, આ પાંચ રોગોથી છૂટકારો મેળવવા રામબાણ ઈલાજ ખજૂર છે.

print

Comments

comments

VOTING POLL