જાણો, સૂતા પહેલા દરરોજ અડધી કાચી ડુંગળી ખાવાના ફાયદાઓ

December 31, 2018 at 1:43 pm


          મિત્રો તમે જેને ડુંગળી કે કાંદાથી ઓળખો છો તે આપના કિચનનું એક અભિન્ન અંગ છે. જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. ફક્ત ખવામાં નહીં પણ નાની-મોટી બીમારીઓ અથવા ઘા માં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ડુંગળીમાં ભરપુર માત્રામાં પોષક તત્વ, પ્રોટેક્ટીવ કમ્પાઉન્ડ રહેલા હાજર હોય છે. જે અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. તમે જોયું હશે કે ડુંગળી ખાવા વાળાની તંદુરસ્તી વધારે સારી રહે છે. જો તમે દરરોજ સૂતા પહેલા એક કાચી ડુંગળી ખાશો તો તેના અનેક ફાયદા થશે.

કાચી ડુંગળી ખાવાના ફાયદાઓ

જે લોકો દરરોજ રાત્રે એક કાચી ડુંગળી ખાઈને સુવે છે તેને ગરમી ની ઋતુ માં લુ લાગવાનું જોખમ ઓછુ રહે છે. કાચી ડુંગળી માં રહેલા તત્વો ના કારણે ગરમીમાં લુ થી રક્ષા મળે છે.

કાંદાને સારા નેચરલ બ્લડ પ્યોરીફાયર પણ ગણવામાં આવે છે. ડુંગળી લોહીને ફિલ્ટર કરીને શરીરમાં રહેલા ઝેરીલા તત્વોને બહાર કાઢી નાખે છે. ડુંગળીમાં રહેલા તત્વો ફોસ્ફોરસ એસીડ લોહીને સાફ કરવાનું કામ કરે છે. રોજ સૂતા પહેલા અડધી કાચી ડુંગળી ખાવાની ટેવ પાડો. જેથી તમારું લોહી પણ સાફ થશે તથા ચહેરા પર ખીલ, ફૂંસી, મુંહાસા વગેરે ની સમસ્યા થી પણ છુટકારો મળશે.જેને શરદી અને તાવ તથા કફની તકલીફ હોય છે તેને ડુંગળી બહુ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે તમારે કાચી ડુંગળીનો રસ બનાવીને તેનું સેવન કરવાનું રહેશે. જો કોરી ડુંગળી ન ફાવે તો તેના રસમાં ગોળ અથવા મધ પણ મિલાવી શકો છો. જેનાથી ગળાની ખરાશ પણ દુર થઇ જાય છે.

કાચી ડુંગળીની અંદર સલ્ફરની માત્રા ખુબજ વધારે હોય છે. જેના કારણે ઘણા પ્રકારના કેન્સર દૂર કરી શકાઈ છે. તેના સેવનથી પેટ, કોલોન, બ્રેસ્ટ, ફેફસા અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઓછુ થાય છે.સાંજે સૂતા પહેલા કાચી ડુંગળી ખાવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. તેમાં રહેલા વિટામિન્સ અને પોષક તત્વ ને કારણે ઘણા પ્રકારની બીમારીઓ દૂર થાય છે, ડુંગળીમાં મુખ્યત્વે એમીનો એસીડ તથા મિથાઈલ સલ્ફાઈડ જોવા મળે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદરૂપ થાય છે.

print

Comments

comments

VOTING POLL