જાતિવાદથી પર રહી માણસ બનાે ઃ મેવાણી

April 14, 2018 at 8:57 pm


રાપરના મોડા ગામે વિજય રેલીથી કરેલા સંબાેધનમાં લોકોને કરેલી અપીલ

વડગામના અપક્ષ ધારાસભ્ય અને રાપર તાલુકાના મોડા ગામે દલિતાેની જમીન અપાવવાની માગણી સાથે આંદોલન કરનારા જીજ્ઞેશ મેવાણીએ વિજય રેલીને સંબાેધતા લોકોને જાતિવાદથી પર રહી માણસ બનવા અપીલ કરી હતી.

મોડા ગામે જમીન અપાઈ ગયા બાદ વિજય રેલી સાથે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરને શ્રધ્ધાંજલી અપાઈ હતી. આ પ્રસંગે પાેતાના પ્રવચનમાં કહ્યું કે, બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિનાે પ્રસંગ દલિતાે માટે દિવાળી જેવો પ્રસંગ છે. મારા મનમાં ઘણા લાંબા સમયથી એક વિચાર ઘુમરાતાે હતાે કે, પરંપરાગત રીતે બાબાસાહેબની પ્રતિમાને હારતાેરા કરવાને બદલે અલત રીતે ઉજવણી કરું જેથી ગરીબાેની મુશ્કેલી હળવી બને. ગુજરાતમાં એસ.સી., આેબીસી જમીનાે તાે ફાળવાય છે પણ માતાભારે તત્વો તેના પર કબજો જમાવી દે છે. સરકારો આમા સફળ થઈ નથી. આજે મને આનંદ છે કે, એક સારા કામની શરૂઆત થઈ છે.

તેમણે કહ્યું કે, આજે આપણે મંગળ પર પાણી શોધવાની ટેકનાેલોજી ડેવલપ કરી રહ્યાા છીએ પણ દેશમાં આજે જાતિ વ્યવસ્થા જીવે છે તેનાે ખાતમો થવો જરૂરી છે. દલિત સવર્ણના ભેદ ભૂસી માણસ બનીએ. લોકો રબારી, ભરવાડ, ઠાકોર, કોળીપટેલ, મુસ્લીમ, હિન્દુ તરીકે અળખાવાને બદલે ?માણસ? તરીકે આેળખાવાનાે આગ્રહ આપીએ. આ વાત મારા કહેવાથી કે તમારા સાંભળવાથી નહીં થાય. આ માટે સહિયારો પુરૂષાર્થ કરવો પડશે.

આ પ્રસંગે મેવાણીએ દલિતાેને સુપ્રત કરેલી જમીન પર ઝંડો ખોડી જમીન જાળવી રાખવા સંઘર્ષરત રહેવા જણાવ્યું હતું. દલિત અધિકાર મંચ કચ્છના સંયોજક નરેશ મહેશ્વરીએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. માંડા ગામે આ કાર્યક્રમને અનુલક્ષીને કડક પાેલીસ બંદોબસ્ત ગાેઠવવામાં આવ્યો હતાે.

print

Comments

comments

VOTING POLL