જાતી, ઘર્મ, સમાજથી અલગ અનોખો-પ્રેમસંબંધ

June 13, 2018 at 6:10 pm


એ ફક્ત પ્રેમજ છે, તે ફક્ત વ્યિક્તને અને લાગણીને જ જુએ છે. તેનાથી આગળ તેને કંઇ જ દેખાતું નથી. પોતાના પ્રેમને લગ્નની મંજીલ સુધી પહાેંચાડવામાં અલગ અલગ જાતીના પ્રેમીઆેને ઘણી મથામણ કરવી પડતી હોય છે. લગ્ન પછી પણ રહેણીકરણી, ખાણીપીણી અને રીતરિવાજોનું અંતર તેમને ઘણી મુશ્કેલીઆેમાં મૂકી દે છે પણ સાચા પ્રેમી આ મુશ્કેલીઆેનો સામનો કરી દામ્પત્યને સફળ બનાવી લે છે.
પ્રેમમાં સંપૂર્ણપણે આત્મસમર્પણનું એક સ્વરુપ લગ્ન પણ છે. બે વિજાતીય વ્યિક્તઆે વચ્ચે જન્મેલી પ્રેમની ભાવના તેમને એકબીજાની આર્થિક, ધામિર્ક, સામાજિક અને જાતીય પૃષ્ઠભૂમિના વિચારોથી અલગ જ રાખતી હોય છે. પ્રેમ કરતી વખતે પ્રેમીની જાતિ-ધર્મ બહુ વિચારવાની બાબત નથી હોતી. પ્રેમ એક અનુભૂતિ છે,જે સમજીવિચારીને આયોજન પૂર્વક કરવામાં આવતો નથી. બે અલગ અલગ ધર્મોની વ્યિક્તઆે વચ્ચે જ્યારે પ્રેમ પાંગરતો હોય છે, તે જ સમયે આ નિર્ણય તેમણે સમજીવિચારીને કરેલો હોય છે. તેમાં તેઆે પોતાના જીવનસાથીની ધામિર્ક અને જાતીય શ્રદ્ધાઆેમાં માનવાની સમજ વિકસિત કરી લેતાં હોય છે. તેઆે જીવનભર સંગાથ માટે, એડજસ્ટમેન્ટ માટે તૈયાર રહેતાં હોય છે.
આજકાલ આંતરજ્ઞાતીય કે આંતરધર્મીલગ્ન વિશે ઘણુંબધું સાંભળવા મળતું હોય છે. એક બ્રાûણ યુવતીએ ક્ષત્રિય યુવક સાથે લગ્ન કયા¯ કે કોઈ શીખ યુવકે િખ્રસ્તી યુવતી સાથે લગ્ન કયા¯. પ્રેમ અને પ્રેમલગ્નની બાબતમાં સ્વચ્છંદ વિચારસરણી ધરાવતા લોકો સિવાય જીવનભરના સાથ માટે એકબીજાને ફક્ત પરિવારનો જ નહી પણ ધર્મ અને સમાજના ઠેકેદારોનો પણ સામનો કરવો પડતો હોય છે. દરેક પેઢીમાં પ્રેમનું લગ્નમાં રુપાંતર કરવા માટે પ્રેમીઆેએ વિદ્રાેહ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી આપણા દેશમાં ઊછરી રહેલી એક નવી યુવા સંસ્કૃતિ અને વિચારસરણીમાં માનનારી એવી પેઢી પણ બહાર આવી છે, જેના માટે પ્રેમમાં ધર્મ, ભાષા, જાતિ ગૌણ બની જતાં હોય છે. પ્રેમ ભલે અજાણતાં થઈ ગયો હોય પણ પ્રેમને લગ્નનું સ્વરુપ આપવું એ તેમનો સમજીવિચારીને કરેલો નિર્ણય હોય છે.
આંતરજ્ઞાતીય કે આંતરધર્મીલગ્નકરનારા લોકો માટે પ્રેમ કરવો સરળ બની શકે છે પણ પોતાના ધર્મથી અલગ અથવા જાતિ બહાર લગ્ન કરવાનો નિર્ણય પડકારરુપ બને છે. આવા સમયમાં માતાપિતા અને પરિવારનું ઈમોશનલ બ્લેકમેઈલિંગ પણ સહન કરવું પડતું હોય છે. જેમ કે, માતાપિતા જિંદગીભરનો સંબંધ તોડી નાખવાની ધમકી આપે છે.સ્થિતિ તેનાથી ઊલટી પણ બની શકે છે કે પરિવારના લોકો કે સંબંધીઆે પ્રેમીપ્રેમિકાને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય છે.
આવા આંતરજ્ઞાતીય પ્રેમલગ્નમાં મોટાભાગે યુવક-યુવતીઆેને સંબંધીઆેનો તિરસ્કાર સહન કરવો પડતો હોય છે. મોટાભાગે આવાં દંપતીઆેનો બહિષ્કાર કરી દેવામાં આવે છે. આંતરજ્ઞાતીય લગ્નાેના પરિણામે નાનાં ભાઈબહેનોનાં લગ્નમાં મુશ્કેલી પડશે તેવી વાતો કરીને વિરોધ કરવામાં આવતો હોય છે. આંતરજ્ઞાતીય લગ્નાેમાં પરિવારના લોકો કરતાં સંબંધીઆે વધારે સમસ્યા ઊભી કરે છે. ક્યારેક ઘરના લોકોની દહેજ માટે કાનભંભેરણી કરવામાં આવે છે તો ક્યારેય સમાજમાં માનસન્માનની આણ આપવામાં આવે છે.
જો પ્રેમલગ્ન કરનારા અલગ અલગ ભાષાઆે બોલતા હોય અને એકબીજાની ભાષા જાણતા ન હોય ત્યારે તેમને માટે પોતાની ભાવનાઆેની પૂર્ણ અભિવ્યિક્ત કરવાનું મુશ્કેલ બની જતું હોય છે. આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન કરનારા માટે અચાનક બીજા વાતાવરણ અથવા રીતરિવાજોમાં પોતાને ગોઠવવાનુંકામસરળ નથી હોતું કારણ કે બાળપણથી જે ધામિર્ક અને જાતીય માન્યતાઆેમાં ઉછેર થયો હોય તેમને બીજા રીતરિવાજો કે વિધિઆે અપનાવવામાં થોડીક પરેશાની તો થતી જ હોય છે.
આવા સંજોગોમાં જરુર હોય છે જીવનસાથીનાસાહજિક સાથની. જેણે પોતાની શ્રધ્ધાઆે અને વિચારોને એકબીજાના માથા પર પરાણે ઠોક્યા નથી. આવા સંજોગોમાં તમારો જીવનસાથી બીજા ધર્મ કે જાતિનો હોય તો ભલે તેના ધર્મને સ્વીકારો નહી પણ તેનું સન્માન જરુર કરો.
બે અલગ ખાનપાનના શોખીન પ્રેમીપ્રેમિકાઆે માટે પ્રેમલગ્ન કરવામાં સમસ્યાઆે આવતી હોય છે પણ એકબીજાને સાચો પ્રેમ કરતાં હોવાથી આ મર્યાદાઆે તેમને નડતી નથી. પ્રેમલગ્નને (આંતરજ્ઞાતીય) ટકાવી રાખવા માટે પોતાની જવાબદારીઆે સમજવી અને તેના માટે પ્રયત્નશીલ રહેવું જરુરી હોય છે. આવા સંજોગોમાં આંતરજ્ઞાતીય લગ્નાેમાં બાળકો મોટાં થતાં તેમના અસ્તિત્વની આેળખને લઈ સમસ્યા ઊભી થતી હોય છે. આવાં લગ્નાે પછી જન્મેલાં બાળકોનું સમાજમાં શું વજૂદ હશે કે પછી ક્યો ધર્મ અને સંસ્કૃતિને અપનાવશેં
સમસ્યા ગમે તેટલી ગંભીર હોય પણ આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન કરનારું યુગલ દરેક મુસીબતોને પોતાના પ્રેમથી જીતવાનું સાહસ ધરાવતું હોય છે. એરેન્જ મેરિજ હોય કે પછી લવમેરિજ બંને પ્રકારનાં લગ્નાેમાં પુરુષની તુલનામાં સ્ત્રીએ વધારે અનુકૂળ થવાનું હોય છે. તો પછી કોઈ અજાણી વ્યિક્ત સાથે લગ્ન કરવા કરતાં વધારે સારું એ છે કે એવી વ્યિક્ત સાથે લગ્ન કરો જેને તમે પ્રેમ કરો છો અને જે દરેક પરિસ્થિતિમાં તમને સાથ આપશે. તો પછી પ્રેમલગ્નમાં શું ખરાબી છે, ભલે પછી ધર્મ અને જાતિ અલગ જ કેમ ન હોય. હા, તમે શોધેલા પ્રિયપાત્રમાં દરેક પરિસ્થિતિનો સામનો કરી પહાેંચી વળવાની તાકાત હોવી જરુરી છે.

print

Comments

comments

VOTING POLL