જાપાનના વડાપ્રધાનની વિઝિટથી રાજ્યને રોકાણમાં તગડો ફાયદો

September 13, 2017 at 11:30 am


ગુજરાતના મુખ્ય સચિવ ડો.જે.એન. સિંઘે જણાવ્યું છે કે, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની બે દિવસની વિઝિટ માટે ગુજરાતને યજમાન બનવાનો અનેરો મોકો મળ્યો છે ત્યારે આ પ્રસંગથી ગુજરાતને ઘણો મોટો આર્થિક ફાયદો થશે.

ડો.જે.એન. સિંઘે જણાવ્યું હતું કે અત્યારે સુઝૂકી સહિત 80 જેટલા જાપાની ઔદ્યોગિક સહિત 80 જેટલા જાપાની ઔદ્યોગિક એકમોનું અસ્તિત્વ છે પણ આવતાં દિવસોમાં જાપાન તરફથી મોટા પ્રમાણમાં મૂડીરોકાણ ગુજરાતમાં આવવાની શકયતા વધી ગઈ છે. નવો જાપાન ઈન્ડસ્ટ્રિયલ પાર્ક જે અમદાવાદ નજીક ખોરજ 1.750 એકરમાં આકાર લઈ રહ્યો છે ત્યાં 15 જેટલી મોટી જાપાની કંપનીઓના પ્લાન્ટ સ્થાપવાનું નકકી થઈ ગયું છે અને બીજા 55 જેટલા પ્રોજેકટો ત્યાં સ્થાપવાની શકયતા છે જેના માટે 14મીએ મહાત્મા મંદિર ખાતે બિઝનેસ એમઓયુ થશે. આરબીઆઈના તાજા આંકડાનો હવાલો આપતા મુખ્ય સચિવ સહર્ષ જણાવ્યું હતું કે 2016-17માં દેશભરમાં ખાનગી કોર્પોરેટ ઈન્વેસ્ટમેન્ટમાં ગુજરાતે 22.7 ટકા હિસ્સા સાથે મેદાન માર્યું છે. ગુજરાતમાં 14.1 ટકા રોકાણ વધુ આવ્યું છે.
મુખ્ય સચિવે એવી પણ વિગતો આપી હતી કે જાપાની વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અલંગ શીપબ્રેકિંગ યાર્ડના રિસ્ટ્રકચરિંગ માટે એમઓયુ થવાના છે જે દ્વારા ગુજરાતની આશરે ા.600 કરોડની સોફટ લોન પ્રાપ્ત થશે.

print

Comments

comments

VOTING POLL