જાફરાબાદનાં ભાડા ગામે અવાવરુ મકાનમાંથી ૧.૭૩ લાખનાં મુદ્દામાલની ચોરી

April 16, 2018 at 12:25 pm


જાફરાબાદ તાલુકાનાં ભાડા ગામનાં વતની અને હાલ ટીંબી ગામે રહેતાં કાળુભાઈ દેવાયતભાઈ વાઘેલાએ નાગેશ્રી પોલીસમાં ફરિયાદ કરતાં જણાવ્યું છે કે, ભાડાગામનાં સામંતભાઈ બચુભાઈ સાંખટની દિકરી ગીતાને ભગાડી જવાનાં બનાવમાં તેમનાં દિકરાનું તથા તેમના કુટુંબીઓના નામ આરોપી તરીકે આવેલ જેથી ભાડા ગામમાં રોષ ફેલાતા આખા ગામે ભેગા થઈ તેમના વાસમાં જઈ તેમના તથા તેમના પરિવારને ઢીકાપાટુનો માર મારતાં ડરના કારણે તે તથા તેમના સમાજનાં લોકો ભાડા ગામે ઘરવખરી તથા મકાન ખુલ્લા મુકી ભાડા ગામ છોડીને જતાં રહેલ. જેના અવાવ મકાનમાંથી સોનાનો સેટ આશરે ૪ તોલા કિંમત ા. ૩૦ હજાર, કાનની કડી ૩ તોલા કિંમત ા. ૬૦ હજાર, ચેઈન ર તોલા કિંમત પિયા ર૦ હજાર, સોનાની નથ ૧ તોલાની, ચાંદીનાં કડલા આશરે ૧ કિલો ગ્રામ, ચાંદીનાં સરલીયા પ૦૦ ગ્રામ તથા તાંબાના તથા પિતળનાં વાસણો મળી કુલ ા. ૧.૭૩ લાખનાં મુદામાલ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાતા પીએસઆઈ એ.વી. પટેલે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

print

Comments

comments

VOTING POLL