જાફરાબાદ: ધૂળની ડમરીઓ ઉડવાથી પાકને નુકસાન: ખેડૂતોએ કર્યો ચકકાજામ

October 12, 2017 at 12:34 pm


સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર તંત્ર ધ્યાન નહીં આપતા દુધાળા ગામ નજીક ખેડૂતો બળદ ગાળા સાથે આવી ચકાજમ કર્યો વિરોધ કર્યો હતો. જેથી મામલતદાર એ ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો.

સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે નું કામ જ્યાર થી ચાલુ થયું છે ત્યાર થી વિવાદ ઉભો થયો છે અહીં અનેક વખત કોનટ્રાક્ટરો સાથે પણ ખેડૂતો ને બોલાચાલી થય છે અહીં જાફરાબાદ તાલુકા ના દુધાળા ધોળાદ્રી,હેમાળ, છેલણા, ટીબી,નાગેશ્રી,મીઠાપુર સહીત આસપાસ ના ગામો ની જમીન ના પાક ને નુકસાન થયું હોવાની ફરિયાદો ઉઠી છે અહીં માર્ગ પર બે ફામ ધૂળ ઉડવા ના કારણે ખેડૂત ના પાક નિષ્ફળ ગયા છે ત્યારે તાત્કાલિક 7 કિમિ માર્ગ રીપેરીંગ કરવા ની રજુઆત કરી હતી તેમ છતાં હાઇવે ઓથોરિટી એ ધ્યાન નહીં આપ્યું ઉપરાંત પોલીસ ને બોલાવો દબાવવા નો પ્રયાસ કરાયો હતો જેને લઇ ને ખેડૂતો રોષે ભરાયા હતા જેથી દુધાળા ગામ નજીક 300 જેટલા ખેડૂતો એ હાઇવે પર ચકાજમ કરી ધરણાં શરૂ કરી દીધા હતા સાથે સાથે બળદ ગાડા પણ જોડી અનોખો વિરોધ કર્યો હતો અને થોડીવાર માં અહી ટ્રાફિક જામ થતા પોલીસ દોડી આવી હતી ખેડૂતો ને સમજાવટ કરી રહી હતી જો કે ખેડૂતો અહીં એક ના બે થયા નહીં અંતે જાફરાબાદ મામલતદાર ચૌહાણ દોડી આવ્યા અને ખેડૂતો ને ખાત્રી આપ્યા બાદ ખેડૂતો માન્યા હતા. ખેડૂતો સાથે બેઠક કરી તાત્કાલિક સ્થળ પર નિકાલ કરવા ની ખાત્રી આપતા આ આંદોલન સમેટાયું હતું.
અહીં નેશનલ હાઇવે વાળા ની દાદાગીરી પણ હોવાની ફરિયાદો ઉઠી છે કોઈ ખેડૂત રજુઆત કરે તો નાગેશ્રી પોલીસ તાત્કાલિક આવી ઉઠાવી અટકાયત કરી લે છે. એક દિવસ માં અહીં પ્રશ્ન હલ નહીં થાય તો 10 ગામ ના લોકો વિધાન સભા ની ચૂંટણી નો બહિષ્કાર કરશે અને એક સાથે સામુહિક ખેડૂતો આત્મ વિલોપ્ન કરવા ની પણ ચીમકી ઉચ્ચારી છે.

print

Comments

comments

VOTING POLL