જામકંડોરણાના ચરેલ ગામે દલિત પ્રાૈઢના આપઘાતમાં વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નાેંધાયો

January 12, 2019 at 11:36 am


જામકંડોરણાના ચરેલ ગામે રહેતા દલિત પ્રાૈઢના આપઘાત પ્રકરણમાં રાજકોટમાં રહેતા દલિત શખસ સહિત ત્રણ વિરૂધ્ધ મરવા માટે મજબૂર કરવા અંગે તેમજ નાણાં ધીરધાર અંગેનો ગુનો નાેંધાયો છે. દલિત પ્રાૈઢે વ્યાજે લીધેલા પૈસા બાબતે વારંવાર ધમકી મળતાં આપઘાત કરી લીધો હતો.
જામકંડોરણાના ચરેલ ગામે રહેતા વિરલ કેશુ પરમારની ફરિયાદના આધારે રાજકોટના આંબેડકરનગરમાં મકવાણા પાનની બાજુમાં રહેતા મુળ દડવીના દિનેશ મુળજી બગડા તથા કિરીટભાઈ પટેલ અને કિરીટના મામાનું નામ આપ્યું છે. વિરલભાઈના પિતા કેશુભાઈ ગોવાભાઈ પરમારને વ્યાજે રૂપિયા આપ્યા હોય જેની વારંવાર ઉઘરાણી કરી ત્રણેય શખસોએ ધમકી આપતાં હોય અને હેરાન કરતાં હોય ગત તા.31-12ના રોજ ચરેલ ગામની સીમમાં કેશુભાઈએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
આ ઘટનામાં પોલીસે નાણાં ધીરધાર અધિનિયમ 2011ની કલમ-40 અને 42 મુજબ તેમજ એટ્રાેસિટી હેઠળ ગુનો નાેંધી વધુ તપાસ શરૂ કરી છે.

print

Comments

comments

VOTING POLL