જામકંડોરણાની યુવતી સાથે દુષ્કર્મ બાદ લગ્ન કરનાર શખસે શારીરિક શોષણ કર્યું

January 12, 2019 at 11:40 am


જસદણ તાલુકાના ધોળીધાર ગામે રહેતી દલિત યુવતી સાથે દુષ્કર્મની ઘટના બાદ દુષ્કર્મ ગુજારનાર શખસે લગ્ન કરી લીધા બાદ પણ તેનું શારીરિક શોષણ કરતાં જામકંડોરણા પોલીસે એક જ શખસ અને તેના બે સાગરીતો સહિત પાંચ સામે બળાત્કારના બે અલગ-અલગ ગુના નાેંધ્યા છે.
મળતી વિગતો મુજબ ધોળીધાર ગામની દલિત યુવતીની ફરિયાદના આધારે રવિ કેશુ ચાવડા, વિનુ ચના ચાવડા, રમેશ ભાયા ચાવડા, ભરત ભાયા ચાવડા અને સાગર જેન્તી ચાવડા સામે આઈપીસી કલમ 376-કે (એન) અને 376-બી મુજબ ગુનો નાેંધાયો છે. ફરિયાદમાં જાણવા મળતી વિગતો મુજબ દલિત યુવતી સાથે તેના જ ગામના રવિ કેશુ ચાવડાએ દુષ્કર્મ આચર્યું હતું. બે વખત દુષ્કર્મ આચર્યા બાદ પરિવારજનાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં રવિ કેશુ ચાવડા અને ભોગ બનનાર યુવતી રાજીખુશીથી ઘરેથી ભાગી ગયા હતા અને લગ્ન કરી લીધા હતા.
લગ્ન બાદ પણ સહમતી વગર યુવતી સાથે બળજબરી કરી અવારનવાર તેના સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને શાપર ખાતે યુવતી સાથે રહેતા રવિ કેશુ ચાવડા અને તેની સાથેના શખસોએ દારૂ પીને ઘરે આવી યુવતીને ધમકી આપી મારામારી કરી હતી. આ બાબતે પોલીસમાં દુષ્કર્મ અંગેના બે અલગ-અલગ ગુના નાેંધાયા છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

print

Comments

comments

VOTING POLL