જામકંડોરણામાં ભાદરવી અમાસનો લોકમેળો યોજાયો

September 10, 2018 at 12:26 pm


જામકંડોરણામાં ખજુરડા રોડ પર આવેલ શ્રી નાગબાઈ માતાજી તથા નાગેશ્વર મહાદેવના સાંનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી અમાસના દિવસે ભવ્ય લોકમેળો યોજાયો હતો. આ લોકમેળાનું ઉદ્ઘાટન કેબિનેટમંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવેલ. આ તકે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કરણસિંહ જાડેજા, વિઠ્ઠલભાઈ બોદર, ભીમદેવસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, ગૌતમભાઈ વ્યાસ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.
લોકમેળામાં ચકરડી, ફજર ફાળકા, ટોરાટોરા તથા રમકડાં સહિતના વિવિધ રાઈડોની જામકંડોરણા તાલુકાની જનતાએ લાભ લીધો હતો તેમજ મેળામાં દિવસ દરમિયાન પ્રખ્યાત કાનગોપીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેનો પણ લોકોએ લાભ લીધો હતો. મંદિરના મહંત ચંદનગિરિ બાપુએ મેળામાં પધારેલ દરેકને આવકારેલ. આ મેળો જામકંડોરણા શહેર તેમજ તાલુકાની જનતાએ મન ભરીને માÎયો હતો.

print

Comments

comments

VOTING POLL