જામકંડોરણામાં રસ્તા રિપેરિગ, ઉભરાતી ગટરો, સફાઈ સહિતના પ્રશ્નોએ મહિલાઆેની ઉગ્ર રજૂઆત

September 11, 2018 at 11:13 am


જામકંડોરણામાં પશુ દવાખાના પાછળના અંજલી શેરી વિસ્તારની મહિલાઆે રસ્તાની સફાઈ, રસ્તા રિપેરિ»ગ તેમજ રસ્તામાં ગટરનું ગંદુ પાણી આવવાના પ્રશ્નો અંગે જામકંડોરણા ગ્રામ પંચાયતે પહાેંચી ઉગ્ર રજૂઆતો કરી હતી અને જણાવેલ કે પશુ દવાખાના પાછળના વિસ્તારમાં અંજલી શેરી-2માં ઉપરવાસના વિસ્તારનું ભૂગર્ભ ગટરનું ગંદુપાણી અમારા આ રસ્તા પર આવે છે અને અમારે કાયમને માટે આ ગંદા પાણીમાંથી ચાલવું પડે છે. ગંદા પાણીના ખાબોચીયા ભરાય છે, શેવાળ થઈ ગયો છે ઘાસ ઉગી ગયું છે અને આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ ઉભી થઈ ગયેલ છે અને ચોમાસામાં તો આ રોડમાં દોઢથી બે ફૂટના ખાડાઆે થઈ જાય છે. આથી બાળકો, વૃધ્ધો, વાહનો ચાશી શકતા નથી. આ પ્રñ કાયમનો છે આ અંગે અનેક વખત પંચાયતમાં લેખિતમાં ફરિયાદ કરેલ છે તેમજ ગ્રામસભામાં ફરિયાદ કરેલ છે અને અમારી ફરિયાદનો તાત્કાલીક નિકાસ નહી થાય તો અમો પંચાયતને ધેરાવ, તાળાંબંધી જેવા કાર્યક્રમ કરીશું. આ ઉગ્ર બનેલી મહિલાઆેને ગ્રામ પંચાયત તરફથી લેખિતમાં બાંહેધરી આપવામાં આવતા મહિલાઆે શાંત પડી હતી તેમજ ત્યાંથી મહિલાઆેએ તાલુકા વિકાસ અધિકારીને પણ તાલુકા પંચાયતે જઈ રજૂઆતો કરી હતી. તાલુકા વિકાસ અધિકારીએ પણ તાત્કાલીક પ્રñનું નિરાકરણ કરવા પંચાયત કચેરીને આદેશ આપેલ.

print

Comments

comments

VOTING POLL