જામજોધપુરના સતાપર ગામમાં યુવાન પર બેટ-પાઇપથી પ્રહાર

August 29, 2018 at 1:13 pm


જામજોધપુરના સતાપરમાં બાઇક દુર કરવાનું કહેવાના પ્રñે એક યુવાનને માર મારીને ધમકી આપ્યાની બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. જામજોધપુરના સતાપર ગામમાં રહેતા નાથા હરીભાઇ ચૌહાણ (ઉ.વ.19) નામનો યુવાન તા. 27ના રોજ મોટરસાયકલ લઇને જતો હતો ત્યારે આરોપી દિલીપે રસ્તા પર મોટરસાયકલ આડુ રાખી દેતા નાથાભાઇએ બાઇક દુર કરવાનું કહયુ હતું જેથી આરોપીઆેએ ઉશ્કેરાઇ પાઇપ-બેટ વડે હુમલો કરીને ઇજાઆે પહોચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નાથાભાઇએ આ અંગે જામજોધપુર પોલીસમાં સતાપરના દલિતવાસમાં રહેતા દિલીપ કરશન ચૌહાણ અને લખમણ મનજી ચૌહાણ નામના બે શખ્સ વિરુધ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નાેંધાવી હતી.

print

Comments

comments

VOTING POLL