જામજોધપુરમાં ઝેરી દવાની અસર થતા યુવાનનું મૃત્યુ

January 11, 2019 at 1:10 pm


જામજોધપુરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વેળાએ ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મૃત્યુ નિપજયુ હતું. જામજોધપુરમાં રહેતા રવિ ડાયાભાઇ સરવૈયા (ઉ.વ.22) નામનો યુવાન ગીગણી રોડ પર આવેલી વાડીએ જંતુનાશક દવાનો છંટકાવ કરતો હોય દરમ્યાન ઝેરી દવા પી લેતા ઉલ્ટી થવાથી પ્રથમ જામજોધપુરની સરકારી હોસ્પીટલ લઇ જવામમાં આવેલ અને ત્યાંથી વધુ સારવાર માટે ઉપલેટા લઇ ગયેલ દરમ્યાન બેભાન હાલતમાં આંચકી ઉપડતા વધુ સારવાર માટે જુનાગઢ અને ત્યારબાદ રાજકોટ સીવીલ હોસ્પીટલ ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું આ બનાવની જાણ જામજોધપુરના ખરાવાડીમાં રહેતા ડાયા નારણભાઇ દ્વારા પોલીસમાં કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL