જામનગરના જી.જી. હોસ્પિટલના બાકીના રહેલા ડોકટરોને પરત મુકવા હાઇકોર્ટનો આદેશ

February 17, 2017 at 2:17 pm


જામનગરની જી.જી. હોસ્પિટલમાં થાેડા સમય પહેલા 43 ડોકટરોની બદલી થઇ હતી, ત્યારબાદ 19+3 ડોકટરોને જામનગર પરત મુકવામાં આવ્યા હતા, જામનગરના એક્ટીવીસ્ટ હર્ષદ પાબારીએ આ તમામ ડોકટરોને ફરીથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં મુકવા માટે હાઇકોર્ટમાં કરેલી રીટ બાદ આ કેસની સુનાવણી આજરોજ ગુજરાત હાઇકોર્ટમાં થઇ હતી, જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને તમામ બદલી કરાયેલા ડોકટરને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પરત બદલી કરવા આદેશ આપ્યો છે, આમ આ અગાઉ કાેંગ્રેસે પણ જી.જી. હોસ્પિટલના ડોકટરોને પાછા મુકવા અનેક આંદોલનો કર્યા હતા અને ભાજપના સત્તાવાળાઆેએ પણ રાજ્યના આરોગ્ય મંત્રીને રજૂઆત કરીને તાત્કાલિક અસરથી ડોકટરોને પરત મુકવા માંગણી કરી હતી, આખરે જામનગરના હિતમાં હાઇકોર્ટે આ આદેશ કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL