જામનગરના દિગ્વીજય પ્લોટમાં યુવતિની છેડતી

March 13, 2018 at 1:13 pm


જામનગરના દિ.પ્લોટ 65માં એક યુવતિને મોટરસાયકલ પર ધરાર બેસવાનું કહી છેડતી કરી હતી દરમ્યાનમાં સાહેદને પથ્થર તથા મુંઢ ઇજા પહાેંચાડીને અપશબ્દો કહયાની બે શખ્સ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જેના પગલે ભારે ચકચાર મચી જવા પામી છે, ફરીયાદના અનુસંધાને પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રાે ગતીમાન કરવામાં આવ્યા છે. જામનગરના દિ.પ્લોટ 64માં રહેતી એક યુવતિને ગઇકાલે દિ.પ્લોટ 65માં સસ્તા અનાજની દુકાન પાસે આરોપી નિતીને પોતાની મોટરસાયકલમાં બેસી જવાનું કહયુ હતું તેમજ તેણીનો હાથ પકડી છેડતી કરી અપશબ્દો કહયા હતા આ મામલે તેણીના પિતાએ એમ ન કરવાનું કહેતા આરોપી રમેશે સાહેદ પિતાને પથ્થર મારી હાથના ભાગે ઇજા પહાેંચાડી હતી જેથી હાથના ભાગે ટાંકા આવ્યા હતા તેમજ બંને શખ્સે માર મારી મુંઢ ઇજા પહાેંચાડી યુવતી તથા સાહેદને અપશબ્દો કહી ભાગી છુટયા હતા. આ અંગે યુવતિ દ્વારા સીટી-એ માં આરોપી જામનગરના નિતીન રમેશ દામા અને રમેશ દામા આ બંનેની સામે આઇપીસી કલમ 354(એ), 323, 324, 114 મુજબ ફરીયાદ નાેંધાવી હતી. બનાવના પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં ગઇકાલે છેડતીનો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી ગઇ હતી, ખુલ્લેઆમ આવારાગીદ} કરનારા શખ્સો સામે કડક પગલા લેવા અને યોગ્ય નસિહત આપવા લોક લાગણી ઉઠવા પામી છે. શહેરના ચોકકસ વિસ્તારોમાં છેલ્લા થાેડા દિવસોથી લુખ્ખા અને આવારા તત્વોની રંજાડ હોવાની ફરીયાદો ઉઠવા પામી છે જેથી પોલીસ દ્વારા આવા શખ્સો સામે કડક હાથે કામ લેવામાં આવે તો લુખ્ખા તત્વોની શાન ઠેકાણે આવી શકે તેમ છે.

print

Comments

comments

VOTING POLL