જામનગરના પૂર્વ શહેર ભાજપ પ્રમુખના મકાનમાં ખાતર પાડતા તસ્કરો

May 19, 2017 at 2:14 pm


જામનગરના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દાસાણી પરિવાર સાથે નેપાળ પ્રવાસે ગયા હોય અને પાછળથી તેમના મીગ કોલોની મેઇન રોડ પર આવેલા બંધ મકાનમાં ગત રાત્રીના તસ્કરો ત્રાટકયા હતા, અંદર લોક તોડીને સામાન વેરવિખેર કર્યો હતો, રોકડ અને નાની મોટી ચિજ વસ્તુઆે લઇ ગયાનું પ્રાથમિક દ્રિષ્ટએ જાણવા મળ્યુ છે આજે સવારે આ બનાવની જાણ થતા સીટી-એ પોલીસ ટુકડી તપાસ માટે પહોચી હતી, બીજી તરફ આ મામલે વિધીવત પોલીસ ફરીયાદ નાેંધાવવા તજવીજ ચલાવવામાં આવી રહી છે. જામનગરની મીગ કોલોની મેઇન રોડ પર રહેતા જામનગર ભાજપના પૂર્વ શહેર પ્રમુખ મુકેશભાઇ દાસાણી પરિવાર સાથે નેપાળ પ્રવાસે ગયા છે દરમ્યાન તેના બંધ રહેલા મકાનમાં રાત્રીના કોઇપણ સમયે તસ્કરો લોક તોડીને અંદર પ્રવેશ્યા હતા કબાટ તોડી સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો, આજે સવારે મકાનની દેખરેખ કરવા માટે આવેલ વ્યકિતએ આ બાબતની જાણ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો, દિ.પ્લોટ ચોકીનો સ્ટાફ તપાસ માટે દોડી આવ્éાે હતો ત્યાં હાજર વ્યકિત પાસેથી વિગતો જાણી હતી તેમજ વેરવિખેર સામાન સહિતનું નિરીક્ષણ કર્યુ હતું પોલીસ દ્વારા મુકેશભાઇ સાથે ટેલીફોનીક વાતચિત કરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં કોઇ માતબર ચીજ વસ્તુઆે ગઇ ન હોવાનું બહાર આવ્યુ હતું.

તસ્કરો દ્વારા રોકડ અને અન્ય ચિજવસ્તુઆે લઇ જવામાં આવી હોય એવું અનુમાન લગાવવામાં આવી રüુ છે અને આ મામલે વિધીવત પોલીસ ફરીયાદ દાખલ કરવા તજવીજ ચલાવવામાં આવી રહી છે. શહેર ભાજપના પુર્વ પ્રમુખના મકાનમાં ચોરી થયાની વિગતો બહાર આવતા ચકચાર મચી ગઇ હતી અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં તસ્કરોની રંજાડ દિવસે દિવસે વધી રહી છે તાજેતરમાં જ ચોરીના બનાવોની ત્રણ થી ચાર ફરીયાદ ટૂંકાગાળામાં નાેંધાઇ ચુકી છે. આથી રાત્રી સુરક્ષા વ્યવસ્થા વધુ સધન બનાવવા માંગણી ઉઠવા પામી છે. હાલ વેકેશન ચાલી રહયુ હોય આથી મોટાભાગના લોકો બહારગામ ફરવા માટે જાય છે આથી મકાન ખાલી હોય માલીકો કે પરિવારના સભ્éાે હોય નહી એવી ગણતરીના આધારે આવા બંધ મકાનોને તસ્કરો સરળતાથી નિશાન બનાવતા હોય છે, અગાઉ બહારગામ ગયેલા લોકોના મકાનોને નિશાન બનાવવામાં આવતા પોલીસ દ્વારા જયારે પણ બહારગામ જઇએ ત્યારે જે તે સ્થળના ફોટા કે વ્યકિતગત આઇડેન્ટી સ્થળ સાથે થતી હોય એવી વિગતો અને ફોટા સોશ્યલ મીડીયા પર અપલોડ નહી કરવા સાવચેતીના ભાગરૂપે સુચના આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દરમ્યાનમાં મુકેશભાઇ દાસાણીના પરિવાર સહિતના લોકો નેપાળ પ્રવાસે ગયા હોય તેના ફોટા એફબી પર અપલોટ થયા હતા આથી ચોરી પાછળ કોઇ જાણભેદુ છે કે પછી રીઢા તસ્કરો કળા કરી ગયા ં એ દિશામાં પણ ચક્રાે પોલીસ દ્વારા ગતીમાન કરવામાં આવ્યા છે અને આ બાબત પણ તપાસવામાં આવી રહી છે.

print

Comments

comments

VOTING POLL