જામનગરના વકિલો આજે બીલની કરશે હોળી: બપોર બાદ હડતાલ

April 21, 2017 at 2:05 pm


જામનગરમાં બાર કાઉન્સીલ આેફ ઇન્ડીયાની સુચના મુજબ જામનગર બાર કાઉન્સીલ દ્વારા વિવાદાસ્પદ બીલની હોળીનો કાર્યક્રમ આજે બપોરે રીસેષ ટાઇમમાં રાખેલ છે. વકીલ મંડળના તમામ વકીલોએ જોડાવા અનુરોધ કરાયો છે.

બાર કાઉન્સીલ આેફ ઇન્ડીયાની સુચના મુજબ બાર કાઉન્સીલ આેફ ગુજરાતના જાહેરાત નં. 160-17 (5) મુજબ જામનગર વકીલ મંડળ દ્વારા આજે બપોરે લો કમિશન આેફ ઇન્ડીયા દ્વારા મુકવામાં આવેલ ધી એડવોકેટસ એમેન્ડમેન્ટ બીલ 2017નો વિરોધ પ્રદશ}ત કરવા બીલની રીશેષ સમયે હોળી કરવાનો કાર્યક્રમ જામનગર જીલ્લા અદાલતમાં રાખેલ હોય તો વકીલ મંડળના સર્વે વકીલોએ ઉપસ્થિત રહેવા પ્રમુખ ભરતભાઇ સુવાએ જણાવ્યુ છે ઉપરાંત સમગ્ર દેશમાં તમામ અદાલતોના વકીલો દ્વારા આજે બપોર પછી વકીલ કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે આથી આ કાર્યક્રમમાં જામનગરની જીલ્લા કોર્ટ પણ જોડાશે. જેમાં પક્ષકારોનું અહિત ન થાય તે હેતુથી સહકાર આપવા જામનગર બાર એસો. ના પ્રમુખની એક યાદીમાં જણાવ્યુ છે.

print

Comments

comments

VOTING POLL