જામનગરની અંગ્રેજી માધ્યમની બી.એડ. કોલેજ રાજકોટમાં ચાલુ થશે: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય

August 24, 2017 at 3:39 pm


જામનગરમાં આવેલી બી.એડ.ની લેન્ગવેજ ટિચિંગ કોલેજ રાજકોટ માટે સૌરાષ્ટ્ર્ર હાઈસ્કૂલ ટ્રસ્ટમાં ઉભો કરવાનો નિર્ણય સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સિન્ડિકેટની આજે કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં લેવાયો છે. જામનગરની કોલેજ વિધાર્થીઓની પુરતી સંખ્યાના અભાવે બધં કરવી પડે તેવી સ્થિતિ હતી. તો બીજી તરફ રાજકોટમાં અંગ્રેજી માધ્યમના અનેક યુવાનો બી.એડ. કરવા માગતા હોય છે અને તેમના માટે કોલેજ ન હોવાથી શું કરવું ? તે પ્રશ્ન હતો.
પરીક્ષામાં ઈજાગ્રસ્ત વિધાર્થીને રાઈટર રાખવાની છૂટ આપવામાં આવે છે. હાલની કાયદાકિય જોગવાઈ મુજબ ધો.૧૨મા નાપાસ હોય તેવા વિધાર્થીને જ કોલેજની પરીક્ષામાં રાઈટર તરીકે રાખી શકાય છે. રાઈટરની આ વ્યવસ્થામાં અનેક પ્રશ્નો સર્જાતા હોવાથી આખરે વિધાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને લેવાયેલા નિર્ણય મુજબ હવે જે વિધાર્થી રાઈટર રાખવા માગતો હશે તેમના પરીક્ષાના એક વર્ષ ઓછું ભણેલ વિધાર્થીને રાઈટર માટે રાખી શકાશે તેવો નિર્ણય કરેલ.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ અને તેની આસપાસના વિસ્તારમાં વધેલી વસતીને ધ્યાનમાં રાખીને નવા આધૂનિક પોલીસ સ્ટેશન માટે જમીનની માગણી સરકારે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી પાસે કરી હતી અને આ મુજબ મુંજકામાં પોલીસ સ્ટેશન માટે જમીન આપવાનો નિર્ણય સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં કરવામાં આવેલ છે

print

Comments

comments

VOTING POLL