જામનગરની જિલ્લા જેલમાં ઢીસુમ-ઢીસુમઃ એક મોબાઇલ મળ્યો

May 19, 2017 at 2:15 pm


જામનગરની જિલ્લા જેલ ફરી એકવાર ચર્ચાના ચાંકડે ચડી છે, ગઇકાલે જેલમાં એક કાચા કામના કેદીએ મુલાકાત સમય દરમ્યાન જેલ સહાયકની યુનિફોર્મનો કોલર પકડી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે કાચા કામના કેદી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો બીજી તરફ કાચા કામના કેદીને જેલમાં માર મારવામાં આવ્éાે હોવાનું અને આથી અત્રેની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ગઇકાલે જિલ્લા જેલની તપાસ દરમ્યાન એક મોબાઇલ ફોન મળી આવતાં આઠ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેની તપાસ સીટી-એ ડીવીઝન દ્વારા હાથ ધરવામાં આવી છે. મળતી વિગત મુજબ જામનગરની જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા ચંદ્રેશ ઉર્ફે ચંદીયો મનસુખ ગોહિલે ગઇકાલે મુલાકાત સમયે ઉશ્કેરાઇ જઇ જેલ સહાયક રવિરાજસિંહ જાડેજાના યુનિફોર્મનો કોલર પકડી લીધો હતો અને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આથી જેલ સહાયક રવિરાજસિંહ વનરાજસિંહ જાડેજા દ્વારા સીટી-એ ડીવીઝનમાં જિલ્લા જેલના કાચા કામના કેદી નંબર 06/17 ચંદ્રેશ ઉર્ફે ચંદીયો મનસુખ ગોહિલની વિરૂધ્ધ આઇપીસી કલમ 332, 506 (2), 504, 323 મુજબ ફરિયાદ નાેંધાવી હતી.

બીજી બાજુ આરોપી કાચા કામનો કેદી ચંદ્રેશ ગોહિલ આજે સવારે અત્રેની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જયાં તેને જેલમાં માર માર્યાનું નાેંધાવ્યું હતું, એમએલસી કરવામાં આવી છે, કેટલાક આક્ષેપો પણ કર્યા હતાં.આ ઉપરાંત જામનગરની જિલ્લા જેલમાં ગઇકાલે ચેકીગ હાથ ધરતા એક મોબાઇલ ફોન આરોપીઆે પાસેથી મળી આવ્યો હતો, જેલમાં મોબાઇલ રાખી ડીએમસીના જાહેરનામાનો ભંગ કર્યાનું સામે આવ્યું છે જેના આધારે જામનગર જિલ્લા જેલના સુભાષચંદ્ર એસ.શુકલ દ્વારા સીટી-એ ડીવીઝનમાં હાલ જિલ્લા જેલમાં રહેલારસીક મધુ પરમાર, રમેશ રમુ ભંડોડીયા, વિનોદ રાજન રાઠોડ, મહેન્દ્ર ભાવસિંહ, રોહીત પરબત, ચંદ્રેશ મનસુખ ગોહિલ, વિનોદ અમરશી ગોહિલ અને મુકેશ વિજય થાપલીયાની વિરૂધ્ધ આઇપીસી કલમ 188 તથા પ્રીઝન એકટ કલમ 42, 43, 45 (12) મુજબ ગુનો નાેંધ્યો છે. આ બંને ઉપરોકત ફરિયાદોની તપાસ સીટી-એ પીઆઇ સકશેનાની સુચનાથી ખંભાળીયા ગેઇટ ચોકીના પીએસઆઇ ઝાલા અને સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જામનગરની જિલ્લા જેલ ફરી એકવાર ચર્ચાના ચાંકડે આવી છે, અગાઉ જેલમાં મોબાઇલ સહિતની પ્રતિબંધીત વસ્તુઆે ચેકીગ દરમ્યાન મળી આવી હતી, કેદીઆે વચ્ચે મારામારી તેમજ નાની-મોટી બબાલો થતી હોવાની વિગતો ભૂતકાળમાં બહાર આવી ચૂકી છે, દરમ્યાનમાં ફરી એકવાર કાચા કામના કેદી અને જેલ કર્મચારી વચ્ચે ઝપાઝપી થયાનું તેમજ જેલ સહાયકને માર માર્યાની અને મોબાઇલ મળી આવ્યાનો મામલો બહાર આવ્યો છે. પોલીસ દ્વારા બે જુદી-જુદી ફરિયાદના અનુસંધાને તપાસના ચક્રાે ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જેલ બેરેકમાં મોબાઇલ ચાર્જર મળી આવતા પોલીસ દ્વારા કેદીઆેનો કબ્જો લઇ પૂછપરછ કરાઇ હતી, ઉપરાંત સુરક્ષાની દ્રિષ્ટએ અમુક કેદીઆેને અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરાયા હતાં, સમયાંતરે એસઆેજી, સીટી-એ, બીડીએસ સહિતની ટુકડીઆે દ્વારા સરપ્રાઇઝ ચેકીગ પણ કરવામાં આવે છે.

print

Comments

comments

VOTING POLL