જામનગરની જી.જી.હોસ્પિટલની અસુવિધા પર આક્રાેશનું ઇન્જેકશન ફટકારતાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ

February 5, 2018 at 1:45 pm


સૌરાષ્ટ્ર વિસ્તારની પ્રથમ કક્ષાની કહી શકાય તેવી મેડીકલ કોલેજ સાથેની જી.જી. હોસ્પિટલમાં દાખલ થતાં દદ}આેને અનેક પ્રકારની અસુવિધાઆેનો સામનો કરવો પડે છે, જેમાં મુખ્યત્વે નીચે દશાર્વ્યા પ્રમાણે દવાઆે, સાધનો અને ખાસ કરીને કહી શકાય તે તબીબી સ્ટાફની ખાલી રહેલી જગ્યાઆે મુખ્ય છે, જામનગર શહેરની આ સરકારી હોસ્પિટલમાં એ.સી.ડી.ટી.ની દવાઆે ધનુરનાં ઇન્જેકશન, ચકકર આવવા માટેની દવાઆે, બી.પી. તથા માથાના દુખાવાની દવાઆે ઉલ્ટી, ચકકર માટેના ઇન્જેકશનો વિગેરે પ્રકારની દવાઆે કે જેમની યાદી ખુબ જ લાંબી થઇ શકે તેમ છે તેવી દવાઆેનો સ્ટોક ઘણાં મહિનાઆેથી આ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી, તેવી રજૂઆત ગુજરાતના આરોગ્ય મંત્રીને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે ઉપરાંત આ હોસ્પિટલમાં આેપરેશન માટે આવતા દદ}આેને, સળિયા, પ્લેટો, સ્ક્રુ તેના આનુસંગિક સાધનો તથા તે માટેની દવાઆે ઇન્જેકશનો વિગેરેના અભાવે ગરીબ દદ}આેને કાંત પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે કે અન્યથા દૂરની (અપવાદવાદ) સરકારી હોસ્પિટલમાં જવા માટે ફરજ પડતી હોવાથી ના છૂટકે ભારે ખર્ચ ભોગવવો પડે છે, આમ, વિલંબ થવાથી જોઇતું પરીણામ પણ દદ}ને મળતું નહી હોવાનો પ્રñ પણ ઉપસ્થિત થાય છે.

આ હોસ્પિટલમાં અંદાજે 5000થી પણ વધારે દદ}આેની આે.પી.ડી. રહે છે છતાં માત્ર એક જ ઇ.સી.જી. મશીન છે એકસ રે મશીન પણ અપુરતા હોવાથી અલગઅલગ જગ્યાએ એકસ રે માટે જવું પડે છે અને હૈયાત એકસ રે મશીન પણ યોગ્ય રીઝલ્ટ આપતું નહી હોવાનું જાણવા મળેલ છે ઉપરાંત સામાન્ય કહી શકાય તેવી બાબતો જેવી કે વ્હીલચેર, યુરીન પોટ, વોમેટીવ બાઉલ જેવી વસ્તુઆેની પણ અછત વતાર્ય છે, ઉપરાંત જી.જી. હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની મોટા પ્રમાણમાં જગ્યાઆે ખાલી છે, જેમાં યુરો સર્જન, ન્યુરો સર્જન, વાસ્કયુલર સર્જન, પ્લાસ્ટીક સર્જન, જનરલ સર્જન, એમ.ડી. ફીઝીશીય એમ.ડી. સ્કીન સ્પેશ્યાલીસ્ટ, પીડીયાટ્રીક ડોકટર, ગાયનેકોલોજીસ્ટ, આેપ્થેલમોલોજીસ્ટ, ઇ.એન.ટી. સર્જન, રેડીયોલોજીસ્ટ, આેન્કો, ફીઝીશ્યન વગેરે ડોકટરોની જગ્યા લાંબા સમયથી ખાલી છે, ટેકનીશ્યનો, વાહનો, નસંગ, સ્ટાફ વર્ગ-4ના કર્મચારીઆેની જગ્યાઆે પણ માત્ર 50ટકા કરતાં પણ આેછી ભરેલ છે. ઉપરાંત દદ}આેને ટ્રાન્સફર કરવા માટે વાહનો પણ પુરતાં પ્રમાણમાં નથી આમ આ મહત્વની કહી શકાય તેવી જી.જી.હોસ્પિટલ ખુદ બિમારીના બીછાને પડી હોય તેવી પરિસ્થિતીનું નિમાર્ણ થવા પામેલ છે. સૌરાષ્ટ્ર વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના દદ}આે આ હોસ્પિટલમાં સારવાર માટે મુખ્યત્વે આવતા હોઇ તો ઉપરોકત તમામ વિગતો ધ્યાને લઇ હોસ્પિટલમાં ખુટતી દવાઆે, સાધનો, પુરા પાડવાની અને ખાલી રહેતી જગ્યાઆે જેમાં ખાસ કરીને ડોકટરો, ટેકનીશ્યનો તથા અન્ય કર્મચારીઆેની જગ્યાઆે ભરવા માટે જરૂરી કાર્યવાહી કરવા મારી ખાસ અંગત ભલામણ છે તેમ અંતે જણાવ્યું છે.

print

Comments

comments

VOTING POLL