જામનગરની શાક બજારોમાં લીબુ-બટાકાના બળબળતા ભાવ

May 9, 2018 at 10:31 am


જામનગરમાં શાકભાજીના ભાવ આસમાને પહાેંચ્યા છે, વેકશનનો સમયગાળો છે, પરીવારમાં ઉનાળુ વેકેશન કરવા માટે બહાર ગામથી મહેમાનો આવતા હોય છે, શાકભાજીના ભાવમાં બળબળતો વધારો થતાં ગૃહીણીઆે કયુ શાક ખરીદવુ અને કયુ શાક ના ખરીદવું તેની મુંઝવણમાં મુકાઇ છે, તો બીજી તરફ બટાકાના ભાવમાં તોતીગ વધારો થતા સામાન્ય ગણાતા બટાકા પર સામાન્ય પરીવારો લઇ ન શકે તેવી સ્થિતી સજાર્ઇ છે તો આખરે કયું શાક ખરીદવુંં એવો પ્રશ્નો ગુહીણીઆેમાં ચર્ચાયો છે, જામનગરની શાક બજારમાં લીબુના ભાવ રૂા.140 પહાેંચ્યા છે ત્યારે શાકભાજીના ભાવમાં થયેલ નોધપાત્ર વધારાથી શહેરીજનો, ગૃહીણીમાં ચિંતામાં મુકાઇ છે. જામનગરની શાકબજારમાં હોલસેલ ભાવ અને છુટક ભાવમાં અનેકગણો ફેરફાર જોવા મળે છે, શહેરમાં આવેલ સુભાષ શાકમાર્કેટ ખાતે જથ્થા બંધ શાકભાજીના ભાવ અને છુટક વેપારીઆે દ્વારા વેચાણ કરવામાં આવતું શાકભાજી બન્નેના ભાવમાં મોટો તફાવત જોવા મળે છે તેમ શહેરની ગૃહીણીઆે જણાવે છે. જામનગરમાં શાકભાજીના છુટક ભાવ જોઇએ તો મરચાના રૂા.30થી 40, લીબુ 120 થી 140, બટાકા 20 થી 25, ગુવાર 60થી 70, ભીડો 50થી 60, પરવળ 80થી 100 રીગણા 40થી 60, કોબી 30થી 40, કારેલા 40થી 50, ફલાવર 50થી 60, કાચી કેરી 40થી 60, ગુંદા 40થી 50, મેથી એક પુરીયુ 10થી 20, વટાણા 60થી 80, વાલ 80થી 100, ગલકા 40થી 60 જામનગરની શાક બજારોમાં આટલા ઉંચા ભાવ કયારેય પણ અગાઉ વસુલાયા નહોતા આજે ત્યારે માત્ર લીબુનો ભાવ જોઇએ તો રૂા.120ના કીલો મળે છે ત્યારે આ માેંઘવારીના સમયમાં નિયમિત લેવાતાં શાકમાં પણ આટલો ઉંચો ભાવ વસુલાતો હોય તો બજેટ કેવી રીતે નકકી કરવું તેવો પ્રñ શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યાે છેં

જામનગરમાં પ્રતિ વર્ષ ઉનાળાના સમયમાં શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળે છે, પરંતુ દર વર્ષ કરતાં આ વર્ષે શાકભાજીના ભાવમાં વધુ પડતાં ઉંચા ભાવ વસુલવામાં આવી રહ્યાં છે. આથી અહી એ મહત્વનો પ્રñ છે કે શાકભાજીમાં સામાન્ય ગણાતી મેથી, પાલક, કોથમીર વગેરેના ભાવપણ આસમાને પહાેંચ્યા છે કોથમીરની નાની અમથી જુડીના છુટક વેપારીઆે રૂા.10 વસુલે છે, પહેલાના સમયમાં તો લીમડો, કોથમીર જેવા શાક નિયમીત પણે ખરીદવામાં આવતા શાકભાજીના વેપારીઆે સ્વૈિચ્છક રીતે આપતા હતાં પરંતુ આધુનીક સમયમાં માેંઘવારીનો ખોફ શાકભાજીમાં પણ વધ્યો હોય તેવી રીતે સામાન્ય ગણાતી કોથમીર અને મીઠો લીમડો તેના પણ રૂપિયા વસુલવામાં આવે છે તેમ શહેરીજનો જણાવે છે. જામનગરની બજારોમાં આખરે શાકભાજીના ભાવ એટલા ઉંચા કેમ વસુલાય છેં તેવો પ્રñ બુધ્ધીજીવીઆેમાં ચર્ચાનો વિષય બન્યાે છે તેમજ આ વિશે જાણવા મળ્યું છે કે, શાકભાજીની આયાત ઉનાળામાં આેછી થાય છે, લીલોતરી શાક પુરતા પ્રમાણમાં આવે છે, જામનગરની આસપાસના વિસ્તારમાં લીલોતરી શાકમાં પરવડ, ફણશી, વાલ અમુક પ્રકારના લીલોતરી શાક જામનગરની બહારથી આવતાં હોય આથી શાકભાજીના ઉંચા ભાવ વસુલાય છે પરંતુ અહી આપણે જામનગરની આસપાસના વિસ્તારમાં ઉગાડવામાં આવતાં શાકભાજીની વાત કરીએ તો અહીની બજારોમાં તમામ લીલોતરી શાક અને બટાકા સહિતના ઉંચા ભાવ વસુલવામાં આવે છે, ત્યારે શહેરીજનો શાકભાજીના અધધધ… વસુલાતા ભાવથી મુશ્કેલીમાં મુકાયા છે, એક તરફ ઉનાળુ વેકેશનમાં પરીવારમાં મહેમાનોનું પણ આગમન થતુ હોય છે ત્યારે શાકભાજીના વસુલાતા ઉંચા ભાવમાં કેવી રીતે બજેટ બનાવી અને આયોજન હાથ ધરવું કે ઘરની શોભામાં વધારો થાય, જમવાનું પણ સુવ્યવસ્થિત બની શકે તેવુ શહેરના બુધ્ધીજીવીઆે કહે છે એક સમયે ગુજરાત રાજયમાં શાકભાજી, દુધ, સહીતની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઆેના ભાવ જામનગરમાં નિચા રહેતા તેવામાં આધુનિક સમયનો પવન જામનગર તરફ પણ ફºંકાયો હોય તેવી રીતે અમદાવાદ બરોડા, સુરત, ગાંધીનગર જેવા ગુજરાતના અન્ય વિસ્તારોની માફક જામનગરમાં પણ શાકભાજીના ઉંચા ભાવ વસુલાય છે, ઉપરાંત વેપારીઆે જણાવે છે કે જથ્થાબંધ રીતે જો શાકભાજીની ખરીદી કરવામાં આવે તો અને વેચનાર-ખરીદનાર બન્ને થોડી રાહત રહે છે પરંતુ છુટક શાકભાજીના ભાવમાં આગામી સમયમાં પણ વધારો થશે તેવું શહેરના વેપારીઆે જણાવે છે.

અહી નાેંધનીય છે કે, શહેરની ગૃહીણીઆે જથ્થાબંધ વેપારીઆે વિશે વાત કરતાં જણાવે છે કે, અમારે રોજબરોજનું ફ્રેશ શાક જોઇતુ હોય તેમાં અમે જથ્થાબંધ વેપારીઆે પાસે 10 કે 20 કીલોની ભારી ખરીદી શકતા નથી, આથી છુટક લેવામાં આવતુ શાક બજારોમાં માેં દઝાડે તેવુ છે, એક સામાન્ય પરીવારમાં ચારથી છ સભ્યો હોય છે, તેમાં જથ્થાબંધ 20 કીલોની ભારી જો શાકની ખરીદવામાં આવે તો સમયાંતરે શાકનો જથ્થો બગડી જાય છે આથી ના છુટકે અમારે છુટક વેપારીઆે પાસેથી શાકભાજીની ખરીદી કરવી પડતી હોય છે જેમાં સામાન્ય બટાકાના ભાવ પણ રૂા.25 જેટલા વસુલાય છે તો આખરે લીલોતરી શાક ઉનાળાની સીઝનમાં જમવામાં પીરસવારમાં કે ના પીરસવાર તેવો પણ અત્યંત મોટો પ્રñ ઉદભવે છેં લીલોતરી શાક, ઘરના વડીલો અને બાળકોને આપવા જરૂરી હોય છે પરંતુ આજે એવો ઘાટ ઘડાયો છે કે લીલોતરી શાકને તો મીડલ કલાસ ફેમીલીએ ભુલી જ જવાના હોય પણ લીબુ અને બટાકાનો ભાવ પણ ભડકે બળે છે, ત્યારે અગાઉના સમયમાં કહેવાતુ કે માત્ર મીઠુ રોટલોને છાશ મળી રહે તો ઘણું આધુનિક સમયમાં પણ જો જામનગર વાસીઆેનો એવો સમય આવે તો નવાઇ નહીં અહી શાકભાજીના સળગતા ભાવ જોઇને ગૃહીણીઆેમાં આવા પ્રશ્નો ચર્ચાઇ રહ્યાં છે.

print

Comments

comments

VOTING POLL