જામનગરમાં અંગ્રેજી દારૂ-બિયરની બોટલો સાથે બે શખ્સ પકડાયા

July 28, 2018 at 11:14 am


જામનગરના રામેશ્વરનગર સીટી બસ સ્ટેન્ડ પાસે ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરનારા બે શખ્સને એલસીબીએ શરાબની પાંચ બોટલ અને બિયરની બે બોટલ સાથે પકડી લીધા હતા. જામનગરના રામેશ્વરનગર માટેલ ચોક પાસે રહેતા બ્રિજરાજસિંહ મહેન્દ્રસિંહ (ઉ.વ.23) અને રામેશ્વરના ગાયત્રીનગર શેરી નં. 1માં રહેતા કુલદીપસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.25) આ બંને શખ્સોને દારૂ-બિયરની હેરાફેરી કરતા રેઇડ દરમ્યાન રામેશ્વરનગરના પાસેથી ઇંગ્લીશ દારૂની પાંચ બોટલ અને બિયરની બે બોટલ તથા એક મોટરસાયકલ મળી કુલ 42200ના મુદામાલ સાથે પકડી લીધા હતા. તપાસ દરમ્યાન મોડા ગામના અને હાલ શાંતીનગર શેરી નં. 3માં રહેતા પૃથ્વીરાજસિંહ જાડેજા નામના શખ્સની સંડોવણી ખુલી હતી. જેની તપાસ ચલાવવામાં આવી રહી છે. દરોડાની કાર્યવાહી એલસીબી પીઆઇ ડોડીયાની સુચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL