જામનગરમાં એડવોકેટ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં બે સોપારી કિલરના 10 દિવસના રીમાન્ડ મંજુર

May 16, 2018 at 1:53 pm


જામનગરના એડવોકેટ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં મુંબઇથી ઝડપાયેલા બે સોપારી કિલરનો અમદાવાદ ખાતેથી જામનગર પોલીસે કબ્જો મેળવ્યા બાદ ગઇકાલે મોડી સાંજે બંને આરોપીઆેને 14 દિવસના રીમાન્ડની માંગણી સાથે મેજીસ્ટ્રેટના નિવાસ સ્થાને રજુ કરવામાં આવતા 10 દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા, દરમ્યાનમાં બંને આરોપીઆેની સધન પુછતાછ ચલાવવામાં આવી રહી છે. પોલીસ જાપ્તા હેઠળ બંને આરોપીઆેને રજુ કરવામાં આવતા આ વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થયા હતા.

જામનગર સહિત રાજયમાં ભારે ચકચારી બનેલા એડવોકેટ કિરીટ એચ. જોશીની કરપીણ હત્યા પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મુંબઇથી સાઇમન લુઇસ અને અજય મોહનપ્રકાશ મહેતાને ઉપાડી લીધા હતા, બંનેની પ્રાથમિક પુછપરછમાં જયેશ પટેલે વકિલની હત્યા માટે 50 લાખની સોપારી આપ્યાની કબુલાત કરી હતી, દરમ્યાન જામનગર પોલીસે આ બંને શખ્સોનો અમદાવાદ ખાતેથી કબ્જો સંભાળ્યો હતો અને અહી લાવ્યા હતા. દરમ્યાન ગઇકાલે સાંજે બંને આરોપીની રીમાન્ડ લેવા કોર્ટમાં રજુ કરાશે એવી માહિતી વહેતી થતા સાંજના સુમારે કોર્ટ ખાતે રોષીત વકિલો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા જો કે પોલીસ દ્વારા બંને સોપારી કિલરને કોર્ટમાં નહી પરંતુ મોડી સાંજના આશરે 8-30ના સુમારે એડી. ચીફ જયુ. મેજી.ના નિવાસ સ્થાને રજુ કરાયા હતા, પોલીસ દ્વારા 14 દિવસના રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી આરાપીઆેએ રેકી કરી, આવવા જવાની વિગતો, છરીથી હુમલો કરનાર અને બાઇક ચલાવનાર શખ્સ તેમજ બંને પકડાયેલા આરોપી કોના કોના સંપર્કમાં હતા એ સહીતના મુદાઆે રીમાન્ડ અરજીમાં આવરી લેવામાં આવ્યા હતા.

દરમ્યાનમાં સાઇમન અને અજય આ બંને આરોપીના 10 દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા, બંને સોપારી કિલરને ગઇકાલે સાંજે 6 વાગ્યે કોર્ટમાં રજુ કરવામાં આવશે એવી માહિતીના આધારે કોર્ટ ખાતે વકિલો મોટી સંખ્યામાં એકત્રીત થયા હતા, દરમ્યાનમાં મોડી સાંજે મેજીસ્ટ્રેટના નિવાસ સ્થાને ચુસ્ત જાપ્તા હેઠળ બંને આરોપીઆેને રજુ કરાયા હતા આ વેળાએ આ વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થયા હતા. સાઇમન અને અજય નામના આ બંને સોપારી કિલર અગાઉ કેટલી વખત અહી આવ્યા હતા, કયાં રોકાયા હતા, કોને કોને મળ્યા હતા, હત્યા કરનાર અને બાઇક ચલાવનાર આરોપીઆે કોણ, સ્થાનીક શખ્સોની સંડોવણી વિગેરે સવાલોના અંકોડા મેળવવા માટે પોલીસ દ્વારા બંને પકડાયેલા શખ્સોની સધન અને આગવી ઢબે પુછપરછ ચલાવવામાં આવી રહી છે. જિલ્લા પોલીસવડા પ્રદિપ શેજુળ, ડીવાયએસપી ઉમેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી, સીટી-બી ડીવીઝન, એસઆેજી સહિતની ટુકડીઆે દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહયો છે.

print

Comments

comments

VOTING POLL