જામનગરમાં કાલે કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાનું કોળી સમાજ દ્વારા સન્માન

September 7, 2018 at 1:57 pm


જામનગર જિલ્લા તથા નવાગામ ઘેડ કોળી સમાજ તેમજ સુર્યવંશી એજયુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા આયોજીત જામનગર અને દ્વારકા જિલ્લાના કોળી સમાજના એકાવન સંસ્થા દ્વારા સન્માન સમારોહ તથા પરમ પવિત્ર અને મોક્ષ દાયક 12 જયોતિ¯લીગના દર્શન તેમજ સમુહલગ્નના કન્યાઆેને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો છે જેમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનું સન્માન કરવામાં આવશે અને બીજા કાર્યક્રમો પણ યોજાયા છે. આયોજીત સન્માન સમારોહ તથા બાર જયોતિ¯લીગ તેમજ સમુહલગ્ન કન્યાઆેને ચેક વિતરણ અખીલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવરીયાની ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી તરીકે વરણી થતા સમગ્ર ભારત ગુજરાત અને જામનગર અને દ્વારકા જિલ્લા કોળી સમાજના હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે અને અમારા સનદને વ્યકત કરવા અને કુંવરજીભાઇ બાવળીયાનું જામનગર અને દ્વારકા જિલ્લાના તમામ સંગઠનો સંસ્થાઆે સમીતીઆે ટ્રસ્ટ એવા વિવિધ એકાવન સંસ્થા દ્વારા કુંવરજીભાઇ બાવળીયાને સાકર તુલા અને સન્માન સમારોહ તેમજ જામનગર નવાગામ ઘેડ કોળી સમાજના વર્ષ 2018ના સમુહ લગ્નના કુંવરબાઇના મામેરા અને સાત ફેરા સમુહ લગ્નની સહાયના ચેક વિતરણ કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કરવામાં આવશે તેમજ શ્રાવણ માસ નિમિતે જામનગર નવાગામ ઘેડમાં નાતજાતનાં ભેદભાવ વગર સર્વે સમાજ માટે પરમ પવિત્ર અને મોક્ષ દાયક ભારતની બારજયોતિર્લીગના દર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો આ બારજયોતિ¯લીગના દર્શન તથા કુંવરજીભાઇ બાવળીયાના સન્માન સમારોહ તથા સમુહ લગ્નના કન્યાઆેને ચેક વિતરણ કાર્યક્રમમાં જામનગર અને દ્વારકા જિલ્લાના સર્વે કોળી સમાજ તેમજ જામનગરના સર્વે સમાજના ભાઇ તથા બહેનો અને યુવાનોને પધારવા જામનગર જિલ્લા તથા નવાગામ ધેડ કોળી સમાજ તેમજ સૂર્યવંશી એજયુશેન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.8-9-2018 શનિવાર નવાગામ ઘેડ, હનુમાન ચોક પાછળ કોળી સમાજની વાડીમાં રાખવામાં આવેલ છે સર્વને પધારવા અમારૂ ભાવભર્યુ આમંત્રણ છે.

print

Comments

comments

VOTING POLL