જામનગરમાં ગરમીનું પ્રમાણ ઘટયુંઃ 50 કીમીની ઝડપે પવન ફૂંકાયો

May 19, 2017 at 2:11 pm


જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલે સુર્યદેવતાનો પ્રકોપ ઘટયો હતો અને આખો દિવસ 30 થી 50 કીમીની ઝડપે ધુળની ડમરી સાથે પવન ફºંકાતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. એરફોર્સના હવામાન ખાતાના જણાવ્યા મુજબ મહતમ તાપમાન 35.1 ડીગ્રી, લઘુતમ તાપમાન 26.1 ડીગ્રી, હવામા ભેજ 88 ટકા, આેછામાં આેછો 55 ટકા અને પવનની ગતી 30 થી 50 કીમી પ્રતી કલાક નાેંધાઇ હતી, ગઇકાલે પણ હાલારમાં વાદળીયુ વાતાવરણ જોવા મળ્યુ હતું, હાલારના ગામડાઆે કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ધ્રાેલ, જોડીયા, ભાણવડ, લાલપુર, ભાટીયા, સલાયા, ફલ્લા સહિતના ગામોમાં પણ વાદળીયા વાતાવરણના કારણે પશુ-પંખીઆેએ પણ ગરમીથી રાહત મેળવી હતી. બે દિવસ પહેલા હવામાન ખાતાએ જણાવ્યુ હતું કે એકાદ અઠવાડીયા સુધી ગરમીનું પ્રમાણ પહેલા કરતા ઘટશે જેની અસર પણ જોવા મળી છે. ગઇકાલે આખો દિવસ જોરદાર પવન ફºંકાયો હતો અને ઘણી વખત તો ધુળની ડમરી પણ જોવા મળી હતી, ડમરીના કારણે વાહનચાલકો ભારે પરેશાન થયા હતા. છેલ્લા ત્રણેક દિવસથી હાલારમાં પવનની ગતીમાં સારો એવો વધારો થયો છે જે પણ નાેંધનીય છે.

print

Comments

comments

VOTING POLL