જામનગરમાં ગૌરવ યાત્રાના રૂટ પર લાગ્યા પાટીદારોના બેનર

October 10, 2017 at 11:49 am


જામનગરમાં ગઇકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને નીકળેલી ગૌરવ યાત્રા પાટીદારોના અગ્રણી નેતા અને વોર્ડ નં. 16ના કોર્પોરેટર અતુલ ભંડેરી અને તેમની ટીમે ગૌરવ યાત્રાના રૂપ પર કેટલાક સ્થળોએ બેનર લગાવતા ભારે ચકચાર જાગી હતી. નાનકપુરી, હર્ષદમીલની ચાલી, પટેલ પાર્ક, ઇવા પાર્ક, નંદનવન સોસાયટી સહિતના સ્થળોએ પાટીદારોએ વિવિધ બેનરો લગાવ્યા હતા, ભાજપ સરકારને ગૌરવ શાનું…ં રોજીંદા જીવનની ચિજ વસ્તુઆેના ભાવ વધારામાંથી લોકોને પરેશાન કર્યાનું ગૌરવ છે…ં ભાજપ સરકારને ગૌરવ શાનું…ં વારે વારે જુઠુ બોલવાનું ગૌરવ છે…ં ભાજપ સરકારને ગૌરવ શાનું ં શિક્ષણ જગતમાં વેપારીકરણ કર્યાનું ગૌરવ છે…ં આ પ્રકારના વિવિધ બેનરો લાગતા આખરે કોઇએ પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસ દોડી આવતા આગેવાનો વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી. આ સમયે આગેવાનોએ જણાવ્યુ હતું કે અમે ફકત બેનર લગાવ્યા છે અને અમને અધિકાર છે ત્યારે પોલીસે આ બેનર દુર કરવા ન જોઇએ આખરે મામલો બિચકે તે પહેલા પોલીસ ત્યાંથી નીકળી જતા મામલો થાળે પડયો હતો આમ આ વિસ્તારમાં ભાજપ વિરુધ્ધ બેનરો લાગતા લોકોમાં પણ ભારે ચર્ચા થઇ હતી.

print

Comments

comments

VOTING POLL