જામનગરમાં ચોરી, લુંટ કે ધાડ જેવા ગુનાઆેને અંજામ આપે તે પહેલા જ આરોપીઆેને ઝડપી લેતી પોલીસ

September 12, 2018 at 2:08 pm


જામનગર શહેરની ભાગોળના વિસ્તારમાં ચોરી, લુંટ, ઘાડ જેવા ગુનાઆેને અંજામ આપવા ગઇ રાત્રીના વિનાયક પાર્કના પાણીના ટાંકા પાસે જીવલેણ હથિયારો સાથે છુપાયેલા પાંચ શખ્સોને પોલીસે પેટ્રાેલીગ દરમ્યાન ઝડપી લીધા હતાં આ શખ્સો લુંટ જેવા ગુનામાં સંડોવાયેલા હોવાનું અને કોઇ ગુનાઆેને અંજામ આપે તે પહેલા જ પોલીસે આ આરોપીઆેને દબોચી લેતાં જામનગરમાં ગુનો થતાં અટકાવવામાં પોલીસને સફળતા સાંપડી છે. પોલીસે આ શખ્સોની વધુ પુછપરછ કરવા માટે રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

જામનગર શહેરમાં બનતા ચોરી તેમજ લુંટના ગુના શોધવા પોલીસ અધિક્ષક શરદ સીઘલની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એ.બી. સૈયદના માર્ગદર્શન મુજબ સીટી ડીવીઝન પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.જે. પાંડર તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. વી.એસ.લાંબાની સુચના મુજબ પોલીસ સ્ટાફના માણસો પો.સબ ઇન્સ.વાય.એ.દરવાડીયા સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ના.રા. પેટ્રાેલીગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. ફીરોજભાઇ દલ તથા હરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. કિશોરભાઇ પરમાર તથા જશપાલસિંહ જેઠવાને ખાનગીરાહે હકીકત મળેલ કે વિનાયક પાર્ક, પાણીના ટાંકાથી આગળ આવેલ મધુરમ સોસાયટી વિસ્તાર પાસે ચોરીઆે તેમજ લુંટ જેવા ગુના આચરતી ગેંગના માણસો ચોરી લુંટના ગુન્હાઆે કરવા માટે એક ગેંગ બનાવેલ અને આ ગેંગના માણસો તેઆેની સાથે લોખંડના પાઇપ, લોખંડના સળીયા, છરી, તલવાર, જેવા જીવલેણ ઘાતક હથીયારો સાથે એકટીવા તથા બે મો.સા. સાથે આજરોજ ચોરી લુંટ કે ધાડ પાડવાની તૈયારીમાં અને તેઆે હાલ કોઇપણ જગ્યાએ ચોરી-લુંટ કે ધાડ પાડવા માટે વિનાયક પાર્ક, પાણીના ટાંકાથી આગળ આવેલ મધુરમ સોસાયટી વિસ્તાર એકઠા થયેલા છે જે હકીકત આધારે આરોપી શીવા સ/આે નવરંગભાઇ કપટા જાતે બ્રાûણ (ઉ.વ.25) ધંધો મજુરી રહે. રાંદલનગર, રાંદલ માતાજીના મંદીરની સામેની ગલીમાં જામનગર તથા હાદિર્ક સ/આે દિલીપભાઇ દામોદરભાઇ ત્રિવેદી જાતે બ્રાûણ (ઉ.વ.27) ધંધો ડ્રાઇવીગ રહે. ટી.બી. હોસ્પિટલની પાછળ, નવાગામ ધેડ, માતૃ આશિષ સોસાયટી, નં.5 ગણેશ ઇલેકટ્રીક દુકાનની બાજુમાં પીતૃકૃપા જામનગર તથા વીકી સ/આે સંજયભાઇ બાબુલાલ બરછા જાતે લોહાણા (ઉ.વ.21) ધંધો ડ્્રાઇવીગ રહે.રામેશ્વરનગર, ગાયત્રીનગર, શેરી નં.2-3ની વચ્ચે, જયઅંબે, બીજામાળે, જામનગર તથા અશોકસિંહ સ/આે શીવુભા સુરૂભા જાડેજા જાતે દરબાર (ઉ.વ.25) ધંધો ડ્રાઇવીગ રહે. હાલ ગાંધીનગર જલારામનગરની સામે, નંદનપાર્કના છેડે, પ્રવિણસિંહ જાડેજાના ભાડાના મકાનમાં જામનગર તથા મુળ રહે. હાસીયાવદર, તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા તથા કાયદાથી સંઘષ}ત કિશોરને પકડી તેની પાસેથી કુલ રોકડા રૂા.41000 તથા ચાર મોબાઇલ ફોન રૂા.2000 તથા ત્રણ મો.સાઇકલ કિ.40000 મળી કુલ રૂા.83000નો મુદાકાલ કબજે કરેલ અને મજકુર આરોપીની સઘન પુછપરછ દરમ્યાન બારેક જેટલા લુંટના ગુનાની કેફીયત આપેલ છે તેમજ આગળની વધુ તપાસ તજવીજ ચાલુ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ આર.જે. પાંડર તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. વી.એસ. લાંબા તથા પો.સબ ઇન્સ. વાય.એ. દરવાડીયા તથા પોલીસ હેડ કોન્સ.ફીરોજભાઇ દલ તથા હરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. હિતેન્દ્રસિંહ જાડેજા તથા કિશોરભાઇ પરમાર તથા જશપાલસિંહ જેઠવા તથા હરદેવસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવેલ છે.

print

Comments

comments

VOTING POLL