જામનગરમાં ઠંડા પવન સાથે ટાઢોડા જેવું વાતાવરણઃ તાપમાન 1ર ડીગ્રી

January 11, 2019 at 1:20 pm


જામનગર સહિત સમગ્ર હાલારમાં તાપમાન 9 થી 11 ડીગ્રી વચ્ચે રહ્યા કરે છે ત્યારે ગઇકાલ બપોર બાદ વાતાવરણમાં થાેડો પલ્ટો આવ્éાે હતો અને એક ડીગ્રીની વધારો થયો હોવા છતાં ર0 કી.મી.ની ઝડપે પવન ફંંકાતા ટાઢોડું થઇ ગયું હતું, આજે સવારે પણ ઠંડીના માહોલમાં ગામડાના લોકો ઠુઠવાઇ ગયા હતા, જો કે આજે તાપમાનમાં એક ડીગ્રીનો ઘટાડો થયો હતો, પરંતુ પવનને કારણે જનજીવન પર ભારે અસર પડી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 12 ડીગ્રી, મહત્તમ તાપમાન ર7.5 ડીગ્રી, ભેજનું પ્રમાણે 76 ટકા અને પવનની ગતિ ર0 થી 25 કી.મી. પ્રતિ કલાક જોવા મળી છે, કાતિલ ઠંડીના કારણે સવારના એસ.ટી. અને પ્રાઇવેટ વાહનોમાં મુસાફરોની સંખ્યા આેછી જોવા મળી છે.

પોષ મહિનાની શરૂઆતમાં જ ઠંડીએ આડો આંક વાળ્યો છે, છેલ્લા ત્રણ-ત્રણ અઠવાડીયાથી ઠંડી પડવાના કારણે ખાસ કરીને વૃધ્ધો અને બાળકોને ખૂબ જ તકલીફ પડે છે, ગામડાઆેમાં ઠંડીના કારણે વ્હેલી બજાર બંધ થઇ જાય છે, ગામડાઆેમાંથી જામનગર હટાણું કરવા આવતા લોકો પણ ઠંડીના કારણે ભારે મુશ્કેલીમાં મુશ્કેલી છે, ત્યારે આગામી દિવસોમાં પણ હજુ વધુ ઠંડી પડહશે તેવી હવામાન ખાતાની આગાહી છે. જામનગર જિલ્લા અને તાલુકાના ગામડાઆે કાલાવડ, ખંભાળીયા, લાલપુર, ભાણવડ, સલાયા, મીઠાપુર, જામજોધપુર, કલ્યાણપુર, ધ્રાેલ, જોડિયા, ફલ્લા, રાવલ, ભાટીયા સહિતના ગામડાઆેમાં ઠંડીની ભારે અસર પડતા લોકોએ તાપણા શરૂ કર્યા છે, કાતિલ ઠંડીથી બચવા ગાંઠીયા, પકોડા સહિતની ચીજવસ્તુઆે ચપોચપ વેચાઇ રહી છે અને લોકો કાવો, ચા, કોફીની ચુસ્કી માણી રહ્યા છે. આગામી ત્રણેક દિવસ સુધી સમગ્ર હાલારમાં ઠંડી હજુ કાળોકેર વતાર્વશે તેવી હવામાન ખાતાની આગાહી છે, તાપમાન હજુ પણ 10 ડીગ્રી નીચે રહી તેવી શક્યતા છે ત્યારે હાલારના લોકો રીતસરના ઠુઠવાઇ ગયા છે, શરદીના કારણે રોગચાળો વધ્યો છે અને ખાસ કરીને ઉધરસના કેસોનું પ્રમાણ સારૂં એવું વધ્યું છે.

print

Comments

comments

VOTING POLL