જામનગરમાં ડેન્ગ્યુનો ડંખ યથાવતઃ નવા 33 કેસ નાેંધાયા

November 13, 2017 at 1:34 pm


જામનગર સહિત સમગ્ર હાલારમાં ડેન્ગ્યુનો ડંખ હજૂ પણ યથાવત રહ્યાે છે. જયાં જુવો ત્યાં ચિકનગુનીયા અને ડેન્ગ્યુના કેસો જોવા કેસો જોવા મળે છે, લોકોના શરીર અકળાઇ જાય છે એટલુ જ નહી મીશ્ર ઋતુને કારણે તાવના વધુ કેસો જોવા મળે છે તેવા આરસામાં ગઇકાલે ડેન્ગ્યુના 33, તાવના 203 અને ચિકનગુનીયાના 7 કેસ જોવા મળ્યાં હતાં જયારે શરદી-ઉધરસના તો અસંખ્ય કેસ જોવા મળ્યા છે આમ હાલારમાં રોગચાળા ચોકકસપણે ભરડો લીધો છે તેમ કહી શકાય. સુત્રોના જણાવ્યા મુજબ જી.જી. હોસ્પિટલમાં જ ડેન્ગ્યુના 20 કેસ જોવા મળ્યાં છે આેપીડીમાં અસંખ્યા કેસો જોવા મળ્યાં છે 33 વધુ દદ}આેના બ્લડના નમુના લેબમાં મોકલવામાં આવ્યા હતાં જેમાં 20 દદ}ને ડેન્ગ્યુ પોઝીટીવ જોવા મળ્યા હતાં અને ખાનગી હોસ્પિટલમાં 13થી વધુ દદ}આે ડેન્ગ્યુમાં સપડાઇ ચુકયાં છે. ડેન્ગ્યુનો ડંખ ચારેકોર વકરી રહ્યાે છે, ગામડાઆેમાં તો ડેન્ગ્યુ ઉપરાંત ચીકનગુનીયાના દર્દે તો માઝા મુકી છે. એવા અરસામાં મીશ્ર ઋતુને કારણે તાવ, શરદી, ઉધરસ, માથાના દુઃખાવો, ગળુ દુઃખવુ વગેરે કેસો વધી રહ્યાં છે જે ખુબ જ ચિંતા જનક છે. કાલાવડ, ખંભાળિયા, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રાેલ, જોડિયા, લાલપુર, ભાણવડ સહિતના ગામોમાં ડેન્ગ્યુનો ડંખ ખુબ જ વકરી રહ્યાે છે. સામાન્ય તાવના અસંખ્ય કેસ જોવા મળે છે. ત્યારે જામનગર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોગચાળો મોટા ડગલા ભરીને આગળ વધી રહ્યાે છે.

print

Comments

comments

VOTING POLL