જામનગરમાં દારૂ પીધેલી હાલતમાં છ શખ્સની અટકાયત

September 23, 2017 at 11:33 am


જામનગરના મહાપ્રભુજીની બેઠક પુરબીયા ખડકી, પટણીવાડ, રાજીવનગર અને પીઠડ ગામમાંથી દારૂ પીધેલી હાલતમાં નીકળેલા કુલ છ શખ્સને પોલીસે પકડી લીધા હતા, શહેર જીલ્લામાં પીધેલી હાલતમાં વાહન ચલાવનારા તત્વો પર છેલ્લા એક પખવાડીયાથી પોલીસે તવાઇ બોલાવી છે અને તપાસ દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં કેસ કરવામાં આવી રહયા છે. મોટી ખાવડી પાણીના ટાંકાની બાજુમાં રહેતા અને મુળ દહેરાદુન વિકાસનગરના વતની વિકાસસીગ મોહનસીગ અસવાલ (ઉ.વ.29) ને કેફી પીણું પીધેલી હાલતમાં ડીસ્કવર મોટરસાયકલ નંબર વિનાનું ચલાવીને મહાપ્રભુજીની બેઠક પાસેથી નીકળતા પોલીસે દબોચી લીધો હતો. મોટી ખાવડીમાં રહેતા મુળ નેપાળના શેરબહાદુર દેવીલાલ પુન (ઉ.વ.25) ને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં બેઠક પાસેથી પકડી લેવાયો હતો, જામનગરના ચમારવાસમાં રહેતા રમેશ ઉર્ફે રમો કેશવજી વાઘેલાને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં પુરબીયાની ખડકી પાસેથી અને પટણીવાડ બનીયાવાસમાં રહેતા હનીફ રહેમાન સુમરાને પીધેલી હાલતમાં પટણીવાડ વિસ્તારમાંથી પકડી લેવાયો હતો. આ ઉપરાંત જામનગરના રાજીવનગરમાં રહેતા ખીમજી હીરા ભાંભી (ઉ.વ.25) ને પીધેલી હાલતમાં રાજીવનગરમાંથી અને જોડીયાના પીઠડમાં રહેતા બાબુ સવા તળવી (ઉ.વ.40) ને દારુ પીધેલી હાલતમાં દંગલ કરતા પીઠડ ગામમાંથી પકડી લેવાયો હતો.

print

Comments

comments

VOTING POLL