જામનગરમાં નવ વર્ષની બાળાનું ભેદી મોતઃ હત્યાની શંકા

February 13, 2018 at 1:55 pm


જામનગરના કૃષ્ણનગર શેરી નં. 4માં રહેતી એક નવ વર્ષની બાળાનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે, બાળાને શરીરના જુદા જુદા ભાગો પર ઇજાના નિશાન અને પાટો બાંધેલ હોય દરમ્યાનમાં શંકાસ્પદ રીતે મૃત્યુ થતા પ્રાથમિક તબકકે હત્યાની આશંકા પોલીસ સુત્રો દ્વારા દશાર્વવામાં આવી રહી છે અને સીટી-સી, એલસીબી સહિતની ટુકડીઆેએ જીણવટભરી તપાસમાં ઝંપલાવ્યુ છે, બાળાનું પેનલ પીએમ કરવાની વિધી હાથ ધરાઇ હતી, પોસ્ટ મોર્ટમના રીપોર્ટમાં બનાવ પાછળના કારણ સહિતની વિગતો સ્પષ્ટ થશે, હાલ આ બનાવે જામનગરમાં ભારે ચકચાર જગાવી છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જામનગરના કૃષ્ણનગર શેરી નં. 4માં રહેતી ઇસુબેન ચેતનભાઇ કલ્યાણી (ઉ.વ.9) નામની બાળાને આજે સવારે તેણીનો સાવકો ભાઇ શિવમ તેના સબંધી સાથે જી.જી. હોસ્પીટલ ખાતે ત્રણ નંબરમાં લાવ્યો હતો જયાં તબીબે તપાસ કરતા બાળા મૃત હાલતમાં હોવાનું જાહેર કર્યુ હતું. દરમ્éાનમાં બાળાના શરીરના જુદા જુદા ભાગ જેવાકે કપાળ, બંને આંખ, દાઢી, હાથ, કાંડુ, માથા, પગના તળીયામાં ઇજાના નિશાન જોવા મળ્યા હતા તેમજ એક હાથમાં પ્લાસ્ટરનો પાટો બાંધેલો હતો એટલે કે જુની ઇજાના નિશાનો દેખાતા હતા. આ અંગે હોસ્પીટલ ચોકીના જમાદાર નારણભાઇ લૈયા અને મગનભાઇ દ્વારા જરૂરી કાગળોની વિધી હાથ ધરાઇ હતી, જી.જી. હોસ્પીટલ ચોકીના પોલીસ કર્મચારીઆે દ્વારા આ બાબતે પુછપરછ કરી હતી જેમાં ગત તા. 16-1-18ના રોજ બાળકી ઇસુ પડી ગઇ હતી અને તેને ઇજા થઇ હોવાનું તેમજ ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધી હોવાની વિગતો જણાવી હતી. ઉપરાંત એવું પણ કહયું હતું કે રાત્રીના સુમારે ઘરે જાગ્યા બાદ સુઇ ગયા હતા અને વહેલી સવારે બાળા પલંગ પરથી નીચે પડેલી હાલતમાં જોવા મળતા ફરીથી ઉપર સુવડાવી દીધી હતી અને એ પછી સબંધીને જાણ કરી હોસ્પીટલ લાવવામાં આવી હતી, આવી પ્રાથમિક વિગતો જણાવતા અને બનાવ રહસ્યમય લાગતા આ અંગેની જાણ સીટી-સી પોલીસને કરવામાં આવી હતી.

સીટી-સી ના ઇન્ચાર્જ પીઆઇ સકસેના અને એલસીબીની ટુકડી દ્વારા તપાસનો દોર આગળ વધાર્યો હતો, જી.જી. હોસ્પીટલના ફોરેન્સીક વિભાગમાં બાળાનું પીએમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી જયાં પેનલ પીએમ કરાયુ હતું જેનો રીપોર્ટ આવ્યા બાદ કેટલીક વિગતો સ્પષ્ટ થશે ઉપરાંત મૃત્યુનું ચોકકસ કારણ બહાર આવશે, હાલ પોલીસ સુત્રો દ્વારા દેખીતા ઇજાના નિશાન અને શંકાસ્પદ મૃત્éુના આધારે હત્યાની આશંકા દશાર્વવામાં આવી છે. એલસીબીની ટુકડીએ કૃષ્ણનગર બાળાના મકાન ખાતે તપાસ આગળ વધારી છે અન્ય એક ટુકડી દ્વારા બીજી દીશામાં પુછપરછ કરવામાં આવી રહી છે, બાળાના શરીરે જે ઇજાના નિશાનો જોવા મળ્યા છે તેના પરથી હત્યાની આશંકા દશાર્વવામાં આવી રહી છે, બીજી બાજુ એવી પણ વિગતો જાણવા મળી છે કે મૃતક બાળાની માતા રેખાબેન છેલ્લા થાેડા દિવસોથી ચાલ્યા ગયા હોય અને તેણી સાઉથ તરફ હોવાની વિગતો સાંપડતા ચેતનભાઇ પોલીસ પ્રાેટેકશન સાથે ત્યાં ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકરણમાં એક બાબત એ પણ ઉલ્લેખનીય છે કે ગત તા. 16-1ના રોજ બાળા ઇસુને ખાનગી હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી હતી, જે તે વખતે ખાનગી તબીબ દ્વારા બાળાના શરીર પરના ગંભીર ઇજાના નિશાન સબબ ગંભીરતા પુર્વકની કોઇ નાેંધ નહી લેવાતા અને આ બાબતે પોલીસને વાકેફ કરવામાં આવ્યા ન હતા. રહસ્યના આટાપાટા સર્જતા બાળાના ભેદી મોતના બનાવ અને હત્યાની આશંકા દશાર્વતા આ બનાવે શહેર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.

print

Comments

comments

VOTING POLL