જામનગરમાં નેવી વિકઃ સ્પર્ધામાં કલાબાજી દેખાઇ

November 13, 2017 at 12:03 pm


આઇએનએસ વાલસુરામાં ઇન્ટર સ્કૂલ ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર અને આસપાસની ર0 જેટલી શાળાઆેમાંથી રપ0 જેટલા વિદ્યાથ}આેએ આ ચિત્રસ્પર્ધામાં ભાગ લીધો હતો, ચિત્રસ્પર્ધા ત્રણ વિભાગોમાં યોજવામાં આવી હતી, જેમાં પ્રથમ ચારથી સાત સુધીના વિદ્યાથ}આે, બીજા સાતથી દસ સુધી, ત્રીજો વિભાગ 11 અને 1ર ના વિદ્યાથ}આે માટે સ્પર્ધા યોજાઇ હતી, આ સ્પર્ધામાં રાષ્ટ્રના રક્ષક ભારતીય સશં સેના, સ્વાસ્થ્ય અને યોગ, મારો પરિવાર, શહેરને સાફ કેવી રીતે રાખવું અનેકતામાં એકતા, વન્યજીવન, સ્વચ્છ ભારત, જામનગરના પક્ષી સહિતના વિષયો આપવામાં આવ્યા હતા, સ્પર્ધામાં ભાગ લેનાર અને પ્રથમ બીજા અને તૃતિય ક્રમ મેળવનાર વિદ્યાથ}આેને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ સ્પર્ધામાં જામનગરમાં સુનિલ એસ. પાટકર અને આસુતોષ બેડા નિણાર્યકની ટીમમાં સામેલ હતા.

ચિત્ર સ્પર્ધાના વિજેતા

નેવી વીકની ઉજવણી અંતર્ગત યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં એ કેટેગરીમાં અનુબંધ ગંગોપાધ્યાય પ્રથમ, સહેલી પોલ qÜતીય અને કાહિની ટોપીયા તૃતિય નંબર પ્રાપ્ત કર્યો હતો, જ્યારે બી કેટેગરીમાં શ્રેષ્ઠ ઘોષ પ્રથમ, સૌમ્ય શમાર્ qÜતીય અને કૃતિ ચૌધરીએ તૃતિય ક્રમ મેળવ્યો હતો, જ્યારે સી કેટેગરીમાં માનસી કાલરીયા પ્રથમ, શ્રુસિતા પુરોહિત qÜતીય અને પ્રણવ મનોહરે તૃતિય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. દરેક કેટેગરીમાં વિજેતાઆેને રૂા. પાંચ હજાર, રૂા. ચાર હજાર અને રૂા. ત્રણ હજારના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL