જામનગરમાં પાંચ ઘરફોડ ચોરી કરનારની ધરપકડ

August 11, 2017 at 1:56 pm


જામનગર શહેરમાંથી જુદા જુદા વિસ્તારોમાં પાંચ જેટલી ઘરફોડ ચોરી કરનાર શખ્સને એલસીબીની ટુકડીએ સોનાની વીટી અને એલસીડી સાથે દબોચી લીધો છે. પકડાયેલા શખ્સે એસ.ટી. રોડ, નિલકમલ જેવા વિસ્તારમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.

જામનગર એલસીબી ટીમ પેટ્રાેલીગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે લાલપુર બાયપાસ પાસે રહેતા ચોથા ઉર્ફે તુમળો ઉર્ફે ચોથીયો પરમારને એલસીડી ટીવી અને સોનાની વીટી સાથે પવનચક્કી પાસેથી પકડી લીધો હતો. જેના આધાર બીલ માંગતા પોતાની પાસે નહી હોવાનું અને આ મુદ્દામાલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોય કુલ રપ હજારનો મુદ્દામાલ સીઆરપીસી-102 મુજબ કબ્જે કર્યો હતો.

આરોપી ચોથીયો ઉર્ફે તુમળોની પૂછપરછ કરતા ત્રણ મહિના પહેલા ચોથીયો અને ભરત પરમારે સાથે મળી એસટી રોડ પર સિિધ્ધ વિનાયક પ્લાઝા કોમ્પલેક્ષમાં દુકાનના શટર તોડી સી.સી. કેમેરા, ડીવીઆર, હાર્ડ ડીસ્કની ચોરી કરી હતી, એક મહિના પહેલા આ બન્નેએ મીનલ શોપીગ સેન્ટરમાં દૂધની ડેરીમાંથી રોકડા રૂા. 3500 ની ઉઠાંતરી કરી હતી, 1પ દિવસ પહેલા રાત્રીના ચોથીયો, ભરત અને મહેશ મનજી પરમાર ત્રણેય જણાએ સાથે મળી ખોડિયાર કોલોની પોસ્ટ આેફિસની બાજુમાં ભંગારના ડેલાના નકુચા તોડી 4000 ની ચોરી કરી હતી.

આ ઉપરાંત પંદર દિવસ પહેલા એ ત્રણેય નિલકમલ સોસાયટી શેરી નં. 1 માં સોનીની દુકાનના નકુચા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, ઉપરાંત ચોથીયો અને ભરતે એસ.ટી. રોડ એક પાનની કેબીનના તાળા તોડી સીગારેટના પાકીટ, પરચુરણની ઉઠાંતરી કરી હતી. આરોપી એસ.ટી. રોડ કામધૂને પાન કેબીનની ચોરી અને અન્ય ચોરીમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

આ કાર્યવાહી એસ.પી. પ્રદીપ સેજુળની સૂચનાથી એલસીબી પી.આઇ. કે.જી. ઝાલા, પી.એસ.આઇ. કડછા, પી.એસ.આઇ. લગારીયા, સ્ટાફના રામભાઇ, વશરામભાઇ, બશીરભાઇ, હરપાલસિંહ, હરેન્દ્રસિંહ, કરણસિંહ, ભરતભાઇ, નાનજીભાઇ, શરદભાઇ, ભગીરથસિંહ, ગજુભા, મીતેષભાઇ, નિર્મળસિંહ, હરદીપભાઇ, લક્ષ્મણભાઇ, અરવિંદભાઇ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL