જામનગરમાં પાણીના પાઉચ ઉપર પ્રતિબંધ તો દુધની કોથળી પર કેમ નહી…?

June 20, 2018 at 10:42 am


જામનગર શહેરમાં તાજેતરમાં જ પ્લાસ્ટિકની થેલીઆે, કોથળીઆે, ચાની પ્યાલીઆે સહિત પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી મ્યુ.કમિશ્નર દ્વારા આ પ્રતિબંધનો કડકપણે અમલ કરવાના આદેશના પગલે સોલીડ વેસ્ટ શાખા દ્વારા છેલ્લા એક સપ્તાહથી શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીગ હાથ ધરી પ્રતિબંધીત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી જેનો સ્થળ પર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે શહેરીજનોમાં પાણીના પાઉચ ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધની અમલવારી દુધની કોથળીઆે પર કેમ નહી ? તેવો પેચીદો પ્રશ્ન ઉઠવા પામ્યો છે, સાથો સાથ લોકોમાં પાણીના પાઉચ કરતાં દુધની કોથળીઆે શહેરીજનોના સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક હોવા સહિતની ચર્ચાઆે ઉઠવા પામી છે, ત્યારે તંત્ર દ્વારા આગામી દિવસોમાં દુધની કોથળીઆે પર કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે કેમં તે તંત્રની કામગીરી પરથી ખ્યાલ આવી શકશે.

જામનગર શહેરમાં મિલાવટ ખોરી અને ભેળસેળ યુકત ખાધસામગ્રીઆેના પગલે લોકોને શું ખાવું અને શું પીવું તે અંગે ભારે દિઘાર્ અનુભવી રહ્યાં છે, અને આ સમગ્ર ભેળસેળનો પદાર્ફાશ આજકાલ દૈનિક દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં શહેરમાં અલગ અલગ વ્યવસાય કરનારા ધંધાર્થીઆે મોટા ભાગની ખાધસામગ્રીઆેમાં લોકોના શરીરને હાની પહાેંચે અને તેની સાથે ધંધાર્થીને તગડી કમાણી થાય તેવો ઉદેશ પ્રકાશમાં આવવા પામ્યો છે, આ ઉપરાંત શહેરમાં વેંચાતા દુધ તથા દુધમાંથી બનાવવામાં આવતી અલગ અલગ પ્રકારની વાનગીઆે, છાશ, શેરડીનો રસ, કાબાર્ઇડથી પકાવવામાં આવતી કેરીઆે, બરફ, ઠંડા પાણીની ફેકટરીઆે, મિલ્ક શેઇક, પાણી પુરી સહિતની મોટા ભાગની ખાધ પદાર્થોમાં એક યા બીજી રીતે મીલાવટ કરવામાં આવતી હોવાનો પદાર્ફાશ પણ કરવામાં આવ્યો હતો. જામનગરમાં ભેળસેળ અને મીલાવટ ખોરીના ચાેંકાવનારા અહેવાલોના પગલે જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તેમજ ફºડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભર નિંદ્રામાંથી જાગૃત થયો હતો અને ઉચ્ચ અધિકારીઆેના આદેશોના પગલે અલગ અલગ વિસ્તારોમાં ખાધ પદાર્થો ઠંડા પીણા સહીતની આઇટમોનો વેપલો કરતાં, વેપારીઆેને ત્યાં ચેકીગ હાથ ધરી લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવો ભેળસેળ યુકત ખાધ સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો, તેમજ ગરમ મસાલા, મરચાની ભુકી, ચા સહિતની આઇટમોનું પણ સઘન ચેકીગ હાથ ધરવામાં આવ્યું હતું અનેક સ્થળો પરથી મિલાવટ યુકત ચીજવસ્તુ મળી આવી હતી.

જામનગર શહેરમાં જામ્યુકોના આરોગ્ય વિભાગના અધિકારી ડી.બી. પરમાર, જાસોલીયા અને આેડેદરા તેમજ શહેર અને જિલ્લાના ફºડ એન્ડ ડ્રગ્સ વિભાગના વડા પી.કે. વાટલીયા તથા તેમના ડીએફઆે અને સ્ટાફ દ્વારા શહેરભરમાં મોટા ભાગના ખાધ પદાથોનું વેચાણ કરનારા ધંધાર્થીઆેને ત્યાં સઘન ચેકીગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના પગલે ભેળસેળ અને મીલાવટખોરી કરનારા તત્વોમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો. સાથો સાથ કાબાર્ઇડથી પકાવવામાં આવતી કેરીઆેનો જથ્થો તેમજ ઉનાળાની સીઝનના ગરમ મસાલા, દુધ, હોટલો, રેસ્ટોરન્ટો, બરફના કારખાનાઆે, ઠંડા પાણીના પ્લાન્ટો સહિતના ધંધાર્થીઆેને મીલાવટખોરી નહી કરવાની મૌખીક સુચના આપવાની સાથોસાથ લોકોના આરોગ્ય સાથે ચેડા થાય નહી તે અંગે તકેદારી રાખવા નોટીસ પણ પાઠવવામાં આવી હતી. જામનગર શહેરમાં બન્ને વિભાગોના અધિકારીઆેની કડક કાર્યવાહીના પગલે શહેરના અલગ અલગ વેપાર ધંધો કરનારા ધંધાર્થીઆેનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપી લઇ તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન અલગ અલગ વેપારીઆેને ત્યાંથી લેવામાં આવેલા અંદાજે 108 જેટલા સેમ્પલોમાંથી 7 સેમ્પલો લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા હોવાના લેબોરેટરીના રીપોર્ટ આવતા આ તમામ વેપારીઆે સામે તંત્ર દ્વારા અદાલતમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર ફºડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જામ્યુકોના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ચેકીગની કાર્યવાહી અવિરત રાખવામાં આવી છે, અને આવી ભેળસેળ અને મીલાવટ ખોરી કરનારા વેપારીઆે સામે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

print

Comments

comments

VOTING POLL