જામનગરમાં બસના સ્પેરવ્હીલની ચોરી

July 14, 2018 at 12:55 pm


જામનગરના શરૂ સેકશન રોડ પર પાર્ક કરેલી બસની ડેકીમાંથી સ્પેરવ્હીલની કોઇ અજાÎયો શખ્સ ચોરી કરી ગયો હતો. જામનગરના દિ.પ્લોટ 29માં ગીરીરાજ એપાર્ટમેન્ટ ખાતે રહેતા રાજેન્દ્રભાઇ ચંદ્રકાંતભાઇ કનખરાની માલીકીની બસ નં. જીજે10ટીએકસ-9444 ગત તા. 9ના રોજ શરૂ સેકશન રોડ પર સ્કુલ સામે પાર્ક કરી હતી દરમ્યાન કોઇ અજાÎયો શખ્સ બસની ડેકીમાંથી રૂા. 15 હજારની કિંમતનું સ્પેરવ્હીલ-ટાયર ચોરી કરીને લઇ ગયો હતો. રાજેન્દ્રભાઇએ સીટી-બી માં અજાÎયા શખ્સ વિરુધ્ધ ગઇકાલે ફરીયાદ કરી હતી.

સલાયાની લોહાણા યુવતિ ભેદી રીતે ગુમ

સલાયા લુહાર શેરીમાં રહેતી રીટાબેન લક્ષ્મીદાસ તન્ના (ઉ.વ.40) દ્વારા સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં એવી જાણ કરવામાં આવી હતી કે તેઆેની ભત્રીજી ચાર્મીબેન કિશોરભાઇ તન્ના (ઉ.વ.19) રે. સલાયા વાળી ગત તા. 9-6-18ના સુમારે પોતાના ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ હતી ગુમથનાર યુવતી મજબુત બાંધાની અને પાંચ ફºટ ઉંચાઇ ધરાવે છે તેણીએ શરીરે બ્લુ કલરની લેગીસ અને ટોપ પહેરેલ છે ગુમ થનાર અંગે કોઇ માહીતી મળે તો સલાયા પોલીસનો સંપર્ક સાધવા યાદીમાં જણાવ્યુ છે.

print

Comments

comments

VOTING POLL