જામનગરમાં માસુમ બાળા પર અતિ ક્રુર ઢબે વહેશી અત્યાચાર ગુજારાયો હોવાની બોલતી તસવીરો

February 13, 2018 at 1:52 pm


જામનગરના કૃષ્ણનગર શેરી નં. 4માં નવ વર્ષની માસુમ બાળાના ભેદી મોતમાં હત્યાની આશંકા પ્રબળ બની છે, પોલીસ દ્વારા પુછપરછ ચલાવવામાં આવી રહી છે બીજી બાજુ મૃતક બાળા ઇસુના શરીર પર જે ઇજાના નિશાનો જોવા મળ્યા છે તે પાષાણ હૃદયના માનવીને પણ પીગળાવી મુકે તેવા છે, અતિ ક્રુર ઢબે બાળા પર અત્યાચાર ગુજારવામાં આવ્યા હોય તે આ તસવીરો સાબિતી આપી રહી છે, મૃતક બાળાને કપાળ, બંને આંખ, દાઢી, હાથ અને માથાના ભાગે ઇજાના નિશાનો છે, ડાબા હાથમાં પ્લાસ્ટરનો પાટો બાંધેલો છે, હાથના કાંડામાં ગંભીર પ્રકારની ઇજા જોઇ શકાય છે, બંને પગના તળીયામાં ડામ દીધા હોય તેવા નિશાન પણ જોઇ શકાય છે. મૃતક બાળાની શરીરના ભાગેની ક્રુર અત્યાચારની હૃદયદ્રાવક તસવીરો અરેરાટી ફેલાવનારી છે, બાળા પર રીતસરનો અમાનવીય અત્éાચાર ગુજારવામાં આવ્યો હોય તેવી ગંભીર અને અસü પ્રકારની ઇજાઆે છે, જુદી જુદી તસવીરોમાં ક્રુરતાની ચરમસીમા દેખાઇ આવે છે.

print

Comments

comments

VOTING POLL