જામનગરમાં મુખ્યમંત્રી તા. ર8ના રોજ આર.ટી.આે. આેફિસ અને પી.જી. હોસ્ટેલના બિલ્ડીગનું ખાતમુહુર્ત કરશે

April 21, 2017 at 2:04 pm


આગામી તા. ર8મી ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જામનગર આવી રહ્યા છે ત્યારે બપોર બાદ તેમના ભરચક્ક કાર્યક્રમ રહેશે, ત્યારે હજુ કઇ જગ્યાએ ક્યારે આવશે તે નક્કી થયું નથી, પરંતુ એરપોર્ટ પાસે મુખ્યમંત્રી આર.ટી.આે.ની નવી કચેરી અને મેડીકલ કોલેજમાં પી.જી. હોસ્ટેલના બિલ્ડીગ માટે પણ ખાતમુહુર્ત કરશે તેમ જાણવા મળે છે, એટલું જ નહી મુખ્યમંત્રી જામનગર આવતા હોય, લોકોને તેમની વાણીનો લાભ મળે તે માટે વોર્ડ નં. 7 માં જાહેરસભા યોજવા વિચારણા થઇ રહી છે, જો કે હજુ આ અંગે ફાઇનલ થયું નથી, પરંતુ જાહેરસભા અંગે કવાયત શરૂ થઇ ચૂકી હોવાનું બહાર આવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાંજના ભાગમાં અંધાશ્રમ પાસે રૂા. 6પ કરોડના ખર્ચે બનેલા આેવરબ્રીજનું ઉØઘાટન કરશે એટલું જ નહી સત્યમ કોલોનીમાં નાનો અંડરબ્રીજ બનાવવામાં આવ્યો છે તેનું પણ લોકાર્પણ કરીને આ અંડરબ્રીજ ખુલ્લાે મુકશે, જામનગરમાં લાંબા સમયથી આર.ટી.આે. કચેરી નવી બનાવવા માટે સરકારે જાહેરાત કરી છે, પરંતુ જગ્éા નક્કી થઇ ન હતી, પરંતુ એરપોર્ટ રોડ પર અÛતન નવી આર.ટી.આે. કચેરી બનાવવા માટે નક્કી કરાયું છે અને આ અંગેનું ખાતમુહુર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાયું છે, આ ઉપરાંત રૂા. 6પ કરોડના ખર્ચે ખીજડીયાથી આજી-3 ની પાઇપલાઇન નાખવામાં આવનાર હોય છે, આ પ્રાેજેકટનું ખાતમુહુર્ત મુખ્યમંત્રીના હસ્તે થનાર હોય, ભાજપની સંગઠ્ઠન પાંખ અને મહાપાલિકાના અધિકારીઆે મુખ્યમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારી કરી રહ્યા છે, જો કે એકાદ દિવસમાં સત્તાવાર કાર્યક્રમ આવી જશે અને મુખ્યમંત્રી કઇ જગ્યાએ કેટલા વાગ્યે પહાેંચશે તે નક્કી થશે, પરંતુ લાઇટીગ શરૂ થાય ત્યારે જ અંધાશ્રમ આેવરબ્રીજનું આેપનીગ કરવામાં આવે તેવો તખ્તાે ઘડાઇ રહ્યાે હોવાનું બહાર આવશે.

print

Comments

comments

VOTING POLL