જામનગરમાં યુવક પર પાઇપથી પ્રહારઃ દુકાનમાં તોડફોડ

April 16, 2018 at 1:39 pm


જામનગરના ટાઉનહોલ પાસે ટોપી લેવા આવેલા શખ્સોએ દુકાનદાર સાથે માથાકુટ કરી હતી દરમ્યાન બે વ્યકિત પર પાઇપથી હુમલો કર્યો હતો જેમાં દુકાનદારને હાથમાં ફ્રેકચર જેવી ઇજા થઇ હતી આરોપીઆેએ દુકાનમાં તોડફોડ કરીને નુકશાન પહોચાડયાની ચાર સામે ફરીયાદ કરવામાં આવી છે. જામનગરના મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા સલીમ બાબુભાઇ બ્લોચ (ઉ.વ.50) નામનો યુવાન શનિવારે ટાઉનહોલ પાસે આવેલી પોતાની દુકાને હાજર હતા ત્યારે ચાર અજાÎયા શખ્સો દુકાને ટોપી લેવા આવ્યા હતા અને આ બાબતે મગજમારી મરીને સલીમભાઇ તથા અન્યને પાઇપ વડે તેમજ મુંઢમાર માર્યો હતો સલીમભાઇને હાથમાં ફ્રેકચર જેવી ઇજા પહાેંચી હતી અને દુકાનમાં તોડફોડ કરીને નુકશાન પહોચાડી આરોપીઆે નાશી છુટયા હતા. સલીમભાઇ બ્લોચ દ્વારા આ અંગ સીટી-એ માં ગઇકાલે ચાર અજાÎયા શખ્સો સામે આઇપીસી કલમ 323, 325, 427, 114 અને જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નાેંધાવી હતી.

જોગવડ રાણીશીપમાં પાના ટીચતા પાંચ પકડાયા

જોગવડના રાણીશીપ પાસે જાહેરમાં રોનપોલસનો જુગાર રમતા પાંચને રોકડ અને સાહિત્ય સાથે પકડી લેવામાં આવ્યા હતા. જોગવડના રાણીશીપ વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રાણીશીપના નાથા ભીખા સંધીયા, માલુ કેશવ સરઠીયા, સતિષ રાજવીર બાટી, નિરજકુમાર બળદેવ પટેલ, રામા માયા ખાટરીયાને ઝડપી લઇ સાહિત્ય તથા 12300ની રોકડ કબ્જે લીધી હતી દરોડાની કાર્યવાહી મેઘપર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL