જામનગરમાં શાળા બંધ નિષ્ફળઃ ભવન્સ સ્કુલ ફી પરત આપશે

January 12, 2018 at 1:07 pm


જામનગર સહિત સમગ્ર હાલારમાં ફી વધારા સામે વાલીઆે દ્વારા અભિયાન હાથ ધરાયું છે પરંતુ જામનગર શહેરમાં વાલીઆે દ્વારા અપાયેલા શાળા બંધના એલાનને સદંતર નિષ્ફળતા મળી છે અને જામનગરની મોટાભાગની સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય ચાલું રહ્યું છે, કેટલીક સ્કુલોના સંચાલકો દ્વારા ફી વધારો પરત કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે, ગુજરાતભરમાં આજે વાલીમંડળ દ્વારા તોતીગ ફી સામે શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને રાજયમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે જયારે જામનગરમાં શાળા બંધનું એલાન સફળ થયું નથી, દરમ્યાનમાં ભવન્સ સ્કુલ દ્વારા ફી પરત આપવાનો આવકારદાયક નિર્ણય લેવાયો છે અને વાલીઆેનાં ખાતામાં ફી પરત આપવાનું નકકી કરવામાં આવ્યું છે.

ગુજરાત વાલી મંડળ દ્વારા આજરોજ સમગ્ર ગુજરાતની શાળા બંધ રાખવા અપાયેલા એલાનને જામનગરમાં નિષ્ફળતા મળી છે, કેટલીક શાળાઆેમાં પ્રવેશ ફી, કોમ્પ્યુટર ફી, પોશનમની ફી, શારીરીક શિક્ષણ ફી સહિતની અન્ય ફી ઉઘરાવવામાં આવે છે અને સરકારનો આદેશ એવો છે કે, 1 થી 7 ધોરણમાં અભ્યાસ કરતા બાળકોની ફી 15000થી વધારે ન હોવી જોઇએ પરંતુ સ્કુલના સંચાલકો અન્ય હેડ બહાને આ ફી વધારો લઇ લે છે, કેટલીક સ્કુલો દ્વારા સ્કુલ બસના ભાવોમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. જામનગરમાં આજે સત્યસાઇ, સેન્ટ ઝેવીયર્સ, સેન્ટ ફ્રાન્સીસ, પાર્વતીદેવી, બ્રિલીયન્ટ, સોઢા સ્કુલ સહિતની અસંખ્ય સ્કુલો આજે ચાલું રહી છે અને બંધની કોઇ અસર દેખાઇ નથી. ફી નિર્ધારણ નિધેયક મુજબ જે શાળાઆેએ ફી નિર્ધારણ સમિતિ સમક્ષ ફી નિયમન અંગે દરખાસ્ત કરી છે તેના હિયરીગ પણ હજુ થયા નથી, કેટલાક સંચાલકો દ્વારા ઉઘાડી લુંટ કરવામાં આવી રહી છે. જામનગરમાં પણ કેટલીક સ્કુલોમાં 1 થી 7 ધોરણની ફી 15 હજારના બદલે 25 હજારથી વધુ લેવામાં આવે છે તેની સામે કડક પગલા લેવામાં આવતા નથી.

એવી વિગતો બહાર આવી છે કે, જામનગરની કેટલીક સ્કુલના સંચાલકો દ્વારા વધારે ફી લીધી હોય, સરકારના નિતી નિયમો મુજબ આ ફી પાછી આપવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી હોય તેવું જાણવા મળે છે. જામનગરની એ.કે. દોશી મહિલા કોલેજમાં આવેલ ભવન્સ સ્કૂલના સંચાલકોએ અગાઉ લીધેલી વધારાની ફી પાછી આપવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે, જામનગર સહિત હાલારના મોટાભાગના ગામોમાં સ્કુલો ચાલુ રહી છે અને વાલીમંડળના બંધના એલાનને નિષ્ફળતા મળી છે. ગઇકાલે સાંજથી જ વાલીઆે દ્વારા જામનગરમાં સ્કુલો ચાલું રહેશે કે કેમ ં તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી હતી, કેટલાક વાલીઆે દ્વારા સ્કુલોમાં પણ પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ સ્કુલો રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું. આજ સવારથી કેટલાક વાલીઆે પોતાના બાળકોને મુકવા રૂબરૂ સ્કુલોએ ગયા હતાં, પરંતુ જામનગરના મોટાભાગની સ્કુલોનું શૈક્ષણિક કાર્ય ચાલુ રહેતા વાલીઆે પરત ઘેર આવ્éા હતાં. જો કે જામનગરમાં ગઇકાલે વાલીમંડળ દ્વારા વિદ્યાર્થીઆેને સ્કુલે ન જવા અપીલ કરવામાં આવી હતી, પરંતુ આ અપીલ કોઇ વાલીઆેએ માની ન હતી અને પોતાના બાળકોને સ્કુલે મોકલ્યા હતાં. આમ, જામનગર શહેરમાં શાળા બંધના એલાનને નિષ્ફળતા મળી હોય એવી ચર્ચા થઇ રહી છે.

print

Comments

comments

VOTING POLL